Not Set/ વેબ સીરીઝનાં શૂંટિગમાં ગુંડાઓએ કરી મારા-મારી, બોલીવુડ એક્ટ્રેસ માહી ગિલે કર્યો પોતાનો બચાવ

અભિનેતા અને નિર્દેશક તિગ્માંશુ ધૂલિયા અને બોલીવુડ એક્ટ્રેસ માહી ગિલની સાથે અમુક અસામાજીક તત્વોએ મારપીટ કરી છે. જેનો ખુલાસો નિર્દેશકે પોતે જ પોતાના સોશિયલ એકાઉન્ટથી કર્યું છે. સમાચારોની માનીએ તો આ હુમલો મુંબઈની પાસે આવેલા થાનેનાં ઘોડબંદર રોડ વિસ્તારમાં એક શીપયાર્ડમાં વેબ સીરીઝની શૂટિંગ દરમિયાન થયો, તે સમયે માહી ગિલના સિવાય, શોમાં અભિનય કરનાર તિગ્માંશુ […]

Uncategorized
Mahie Gill વેબ સીરીઝનાં શૂંટિગમાં ગુંડાઓએ કરી મારા-મારી, બોલીવુડ એક્ટ્રેસ માહી ગિલે કર્યો પોતાનો બચાવ

અભિનેતા અને નિર્દેશક તિગ્માંશુ ધૂલિયા અને બોલીવુડ એક્ટ્રેસ માહી ગિલની સાથે અમુક અસામાજીક તત્વોએ મારપીટ કરી છે. જેનો ખુલાસો નિર્દેશકે પોતે જ પોતાના સોશિયલ એકાઉન્ટથી કર્યું છે. સમાચારોની માનીએ તો આ હુમલો મુંબઈની પાસે આવેલા થાનેનાં ઘોડબંદર રોડ વિસ્તારમાં એક શીપયાર્ડમાં વેબ સીરીઝની શૂટિંગ દરમિયાન થયો, તે સમયે માહી ગિલના સિવાય, શોમાં અભિનય કરનાર તિગ્માંશુ ધૂલિયા, ટીવી અભિનેતા શબ્બીર આહલૂવાલિયા પણ સામેલ હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા થાને પોલીસમાં આ મામલોને દાખલ કરાવી દેવામાં આવ્યો છે.

જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુનિટનાં લોકો એક હોસ્પીટલની બહાર ઉભા હતા, જેની સાથે શોની અભિનેત્રી માહી ગિલ અને કેમેરામેન સંતોષ તુંડિયાલ દેખાઇ રહ્યા છે. યુનિટનાં સભ્યોનાં જણાવ્યા મુજબ સંતોષ તુંડિયાલને પટ્ટિઓ બાંધેલી નજરે ચઢી રહી છે. મળેલી જાણકારી અનુસાર, ઘોડબંદરમાં સવારે સાત વાગ્યાથી શૂટિંગ ચાલી રહી હતી. યુનિટનાં સભ્યો અનુસાર, સાંજે સાડા ચાર વાગે નશામાં ધુત અમુક ગુંડા તત્વો સેટમાં આવ્યા અને શૂટિંગનાં સામાનની સાથે તોડફોડ શરૂ કરી દીધી.

શોના નિર્માતા સાકેત સાહનીએ આરોપ લગાવ્યો કે તે ગુંડાઓ હતા અને તેઓએ કેમેરા પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને જયારે કેમેરામેન સંતોષ તુંડિયાલએ રોકવાનો પ્રયાસ કર્યો, તો ગુંડાઓએ તેમની સાથે મારપીટ શરૂ કરી દીધી. સાહની મુજબ, ગુંડાઓએ યુનિટનાં અમુક લોકોને બહુ ખરાબ રીતે માર્યા અને મહિલાઓ સાથે  દૂરવ્યવહાર  કરવાનો પ્રયાસ કર્યો. આ શોમાં કામ કરી રહેલા તે સમયે સેટ પર હાજર અભિનેત્રી માહી ગિલનાં જણાવ્યા મુજબ, તેઓ પોતાની કારની તરફ દોડીને પોતાને બચાવી, પરંતુ તેમણે જોયુ કે, હુમલો કરનારા ગુંડાઓ યુનિટનાં લોકોની સાથે ખરાબ રીતે મારપીટ કરી રહ્યા હતા?

નિર્માતા સહીત સાહનીનાં જણાવ્યા મુજબ, આ ગુંડાઓ શૂટિંગ માટે હફતો વસુલ કરવા માટે રકમ લેવા આવ્યા હતા, જો કે અમે શૂટિંગ માટે તંત્ર પાસેથી બધી જરૂરી પરવાનગી લીધી હતી. સાહની મુજબ, તે લોકો આવીને ધમકાઈ રહ્યા હતા અને પૈસા લીધા વિના શૂટિંગ નહિ થવા દે તેવુ કહેતા અને પોતાની વાતને સાબિત કરવા માટે તેમણે અમારા યુનિટ સાથે માર પીટ અને તોડફોડ શરુ કરી દીધી. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકો એક નજીકનાં હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા અને આ મુદ્દે ફરિયાદ પણ કરવામાં આવી છે.  મળી રહેલી માહિતી અનુસાર પોલીસે અમુક અજાણ્યા લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરી કેસની તપાસ શરૂ કરી દીધી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.