મુંબઇ,
ટીવી અને ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂર એક બાળકની માતા બની ચુકી છે. તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા લોકોને આ ખુશખબરી આપી. આ સમાચાર આવતાની સાથે જ ઇન્ટરનેટની ટ્રેંડિંગ ટોપિક બની ગઈ છે. હવે તેનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે નવજાતનો હાથ પકડેલો છે, દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હાથ તેમના પુત્રનો છે.
એકતાએ જાણકારી આપી કે તે સેરોગેસી દ્રારા માતા બની છે અને તેમના પુત્રનું નામ રવિ કપૂર છે. જણાવી દઈએ કે તેમના પિતા જીતેન્દ્રનું સાચું નામ રવિ કપૂર છે.
વેલ એકતાએ પોતાના પુત્રની કોઈ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી નથી પરંતુ તેને એક બાળકના હાથ પકડેલો છે તેવો ફોટો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ તે તેના પુત્ર સાથે જ છે.
આપને જણાવી દઈએ કે તેના પહેલા તેનો ભાઈ તુષાર કપૂર પણ સેરોગેસીથી પિતા બની ચુક્યો છે. તેમના પુત્રનું નામ લક્ષ્ય કપૂર છે.જ્યાં ફરીવાર દાદા બનવા પર જીતેન્દ્ર ખુબ ખુશ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે તે લાંબા સમય પછી દાદા બન્યા પરંતુ અત્યંત ખુશ છે. તેમણે કહ્યું કે કામની વ્યસ્તતાના લીધે તેઓએ તેમના બાળકોનું બાળપણ મિસ કરી ચુક્યા હતા.