જામનગર/ સ્મશાનગૃહમાં 13 કૂતરાઓના થયા ભેદી મોત, મૃત્યુ અંગે ઘુટાતું રહસ્ય

કોરોનાની મહામારી ભયાનક રીતે આગળ વધી રહી છે ને સંક્રમણ કાબુ બહાર ચાલ્યો ગયો છે, ત્યારે બીજી બાજુ રાજકીય નેતાઓ સંતવાણી કરવામાં મગ્ન છે,

Top Stories Gujarat Others
aa 11 સ્મશાનગૃહમાં 13 કૂતરાઓના થયા ભેદી મોત, મૃત્યુ અંગે ઘુટાતું રહસ્ય

કોરોનાની મહામારી ભયાનક રીતે આગળ વધી રહી છે ને સંક્રમણ કાબુ બહાર ચાલ્યો ગયો છે, ત્યારે બીજી બાજુ રાજકીય નેતાઓ સંતવાણી કરવામાં મગ્ન છે, સંક્રમણને રોકવા માટે કોઇ આક્રમક પગલા લેવાતા નથી. આ ભયાવહ સંજોગો વચ્ચે જામનગરના સ્મશાનમાં 13 કુતરાના ભેદી રીતે મોત થયા છે. આ સ્મશાનમાં સાફ સફાઇ કરતા અને આ અહેવાલમાં મુકવામાં આવેલ તસવીરમાં દેખાતા મહિલાએ જણાવ્યું છે કે, મૃત્યુ પામેલા કુતરાઓને શ્ર્વાસ લેવામાં બહુ તકલીફ થતી હતી અને કુતરા તડપી તડપીને મૃત્યુ પામ્યા છે.

આ એક ઘટના આશ્ર્ચર્યજનક છે, કુતરાઓના મોત ભેદી રીતે થયા છે અને આજના દિવસે પણ બે-ત્રણ કુતરા રીબાતા નજરે પડયા છે ત્યારે એ મોટો સવાલ ઉઠે છે કે શું ઘાતક મહામારી જાનવરોમાં તો પ્રસરી ગઇ નથી ને ?

સ્મશાનની હાલત એવી છે કે ઇલેકટ્રીક સ્મશાનમાં અંતીમ સંસ્કાર કોઇ રીતે બધાના થઇ શકે તેમ નથી, મૃતદેહોની કતારો લાગી છે, ના છુટકે લાકડામાં એકી સાથે નવ-નવ, દસ-દસ ચિતાઓ સળગાવવામાં આવી રહી છે અને આ બધા રમખાણ વચ્ચે આ ચોંકાવતી વાત સામે આવી છે.

સ્મશાનમાં સાફ સફાઇ કરતા મહિલાએ  જણાવ્યું હતું કે, સ્મશાનમાં સંખ્યાબંધ કુતરા હતા જેમાંથી 13 કુતરા એકા એક ભેદી રીતે મૃત્યુ પામ્યા છે, આ મહિલાએ એમ પણ કહયું હતું કે કુતરાઓને શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હતી અને પછી મોતને ભેટતા હતા. બીજી તરફ સ્મશાનના કેટલાક જાણકારોએ એમ પણ કહયું હતું કે, લાકડામાં જે અંતીમ સંસ્કાર થાય છે તેની રાખમાં ઘણી વખત કુતરાઓ મોઢુ નાખતા હોય છે અને હાડકા વગેરે શોધવાની કોશિષ કરતા હોય છે.

આપને જણાવી દઈએ કે, હાલમાં સ્મશાનમાં ઇલેકટ્રીક ફરનેશની હાલત એટલી નાજુક છે કે ત્યાંની દિવાલોમાંથી પણ પોપડા પડવા લાગ્યા છે, કારણ કે અવીરત અંતીમ સંસ્કાર ચાલુ છે, ના છુટકે લાકડામાં અંતીમ સંસ્કાર કરવા પડે એવી હાલત છે અને એવા પ્રતિકુળ સંજોગોમાં આ બાબત સામે આવી છે જે આશ્ર્ચર્યજનક છે અને આ પહેલા કયારેય સ્મશાનમાં આવું ન થયું હોવાનું ત્યાંના કર્મચારીઓ જણાવે છે.

આ ઘટના અતી ગંભીર દેખાઇ રહી છે અને કુતરાઓના મોત કઇ રીતે થયા છે તેની તપાસ થવી જોઈએ કારણ કે હાલમાં આ મહામારી માણસોમાં ફેલાઇ રહી છે, શું આ મહામારી જાનવરોમાં પણ ફેલાઇ શકે છે કેમ તે જાણવું જરી છે અને એટલા માટે જ કુતરાઓના મોતની તપાસ જરી બની ગઇ છે.

aa 2 સ્મશાનગૃહમાં 13 કૂતરાઓના થયા ભેદી મોત, મૃત્યુ અંગે ઘુટાતું રહસ્ય