ગમખ્વાર અકસ્માત/ લગ્નપ્રસંગમાંથી પાછા ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, 4 લોકોના કમકમાટીભર્યા મોત

કોરોનાની સાથે સાથે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ પણ સતત વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના પાલનપુરના રતનપુર નજીક ટ્રક અને ઇકો ગાડી વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Gujarat Others

કોરોનાની સાથે સાથે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ પણ સતત વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના પાલનપુરના રતનપુર નજીક ટ્રક અને ઇકો ગાડી વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે 2 લોકોના મોત નિપજ્યા હતા. તો મોડી રાત્રે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત 2 લોકોના પણ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નિપજતા આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આપને જણાવી દઈએ કે,સતલાસણાના નનીભાળુ ગામનો ચૌહાણ પરિવાર ઇકો ગાડી લઈને દાંતીવાડા પાસે લગ્ન પ્રસંગે ગયો હતો. ત્યાંથી આ પરિવાર પરત આવી રહ્યો હતો તે દરમિયાન પાલનપુરના રતનપુર પાસે હાઇવે પર ટ્રક અને ઇકો ગાડી સામસામે ટકરાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

આ પણ વાંચો :દક્ષિણ વીજ કંપનીની 40 ટીમો સૌરાષ્ટ્ર રવાના,વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા મદદ કરશે

અકસ્માત એટલો ગમ્ખવાર હતો કે, અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતનો અવાજ થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલાને ઈકો કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી પરિવારના 3 સદસ્યોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડતા બે લોકોના કરૂણ મોતથી ચૌહાણ પરિવારમાં માતમ છવાયો હતો.

આ પણ વાંચો :જૂનાગઢના વિસાવદરમાં બાળ લગ્ન અટકાવ્યા

આ પણ વાંચો :ઠંડાપ્રદેશની મશરૂમ વૈજ્ઞાનિકોએ સૂકા રણપ્રદેશમાં ઉગાડી, ભાવ તો આકાશને આંબે એવા