અમરેલી/ નાગનાથ મહાદેવ : ગૌમાતા સ્વયંભુ અહીં દૂધનો અભીષેક કરતી હતી

ગૌમાતા સ્વયંભુ અહીં દૂધનો અભીષેક કરતી હતી. જેની જાણ એક દિવસ ગોવાળને થતા, તેણે જિલ્લાના દિવાનને આ ચમત્કારીક ઘટના અંગે જાણ કરી હતી

Dharma & Bhakti
નાગનાથ ગૌમાતા સ્વયંભુ અહીં દૂધનો અભીષેક કરતી હતી. જેની જાણ એક દિવસ ગોવાળને થતા, તેણે જિલ્લાના દિવાનને આ ચમત્કારીક ઘટના અંગે જાણ કરી હતી

શ્રાવણ માસ હિન્દુઓ માટે પવિત્ર માસ છે. હિન્દુઓ શિવજીની આખા માસ દરમીયાન પુરી આસ્થા પૂર્વક પુજા અર્ચના કરતા હોય છે. આપણે અત્યાર સુધી ગુજરાતમાં આવેલા એનક શિવજીના મંદીર અને તેના ઈતિહાસ વિશે જાણ્યું હશે. ત્યારે આજે આપણે વાત કરીશું અમરેલી જિલ્લામાં આવેલા નાગનાથ મહાદેવ મંદિર વિશે. અહીંની ધરોહર અને કઈ રીતે ઉદભવ્યો છે. આ મંદિરનો ઈતીહાસ આવો જાણીએ.

  • 1873માં મંદિરની થઈ સ્થાપના
  • સ્વયંભૂ ગૌમાતાએ દૂધનો કર્યો અભિષેક
  • ખોદકામ દરમિયાન પ્રગટ થયું શિવલિંગ
  • 200 વર્ષથી પૌરાણિક સ્વયંભૂ નાગનાથ શિવ મંદિર
  • અમરેલીના દિગજ્જ નેતાઓથી લઇ સ્થાનિકોનું આસ્થાનું પ્રતીક…

અમરેલી જીલ્લામાં અનેક શિવાલય આવેલા છે પણ નાગનાથ મહાદેવ મંદિરની કથા અને તેનો ઈતીહાસ અલગ અને જાણવાજોગ છે. અમરેલીના છેડે આવેલા આ મંદિરના બાંધકામ પહેલા અહીંયા એક જમીન હતી અને ગૌમાતા સ્વયંભુ અહીં દૂધનો અભીષેક કરતી હતી. જેની જાણ એક દિવસ ગોવાળને થતા, તેણે જિલ્લાના દિવાનને આ ચમત્કારીક ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ દિવાને ખોદકામ શરૂ કરાવતા અહીં શિવલિંગ પ્રગટ થયું હતું. જે બાદ નાગનાથ મંદિરનું નિમાર્ણ કરવામાં આવ્યું હતું. આજે અમરેલી શહેરના દિગગજ નેતાઓથી લઈ સ્થાનિક લોકોનું આસ્થાનું પ્રતીક છે.

pandit 2 નાગનાથ મહાદેવ : ગૌમાતા સ્વયંભુ અહીં દૂધનો અભીષેક કરતી હતી

આ મંદિરની સ્થાપના 1873 ના રોજ કાઠીયાવાડી દિવાનજી વિઠલરાવ દ્વારા કરવામા આવી હતી. ત્યારે આ મંદીરનો નિર્માણ ખર્ચ સાહીઠ હજાર રૂપિયા થયો હતો. હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલા આ મંદિરમાં નાના ભુલકોઓથી માંડી ઉચ્ચ અધીકારીઓ પણ પોતાની મનોકામના પુરી કરવા અચુક શીશ ઝુકાવે છે.

અમરેલીના ગૌરવ સમા નાગનાથ મહાદેવનાં ધ્વારે આવતાં હજારો શિવભક્તોની મનોકામના શિવજીએ પુર્ણ કરેલ છે તેથી દિવસેને દિવસે અને શ્રાવણમાસ નિમિતે ભાવી ભક્તોની ભીડ અહીં વધતી જોવા મળી છે.

ધર્મ વિશેષ / 5500 વર્ષ જૂનું ભીમનાથ મહાદેવ, જ્યાં ચઢે છે 52 ગજની ધજા