Not Set/ નાગપુર : ૧૪ વર્ષના છોકરાએ સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવવા ૫૦ તોલા સોનાની કરી ચોરી

નાગપુર ભારે જહેમત બાદ નાગપુરની લકડગંજ પોલીસે મામીના 50 તોલા સોનાની ચોરી કરીને ભાગી જનાર 14 વર્ષના એક છોકરાને રેસ્ક્યુ કર્યો છે. તપાસમાં માલૂમ પડ્યું છે કે છોકરાએ સેક્સ ચેન્જ ઓપરેશન કરાવવાનો ખર્ચો કાઢવા આ ચોરી કરી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે તેની મામી બાર ડાન્સર હતી અને ત્યાં જ છોકરાની મુલાકાત એક અન્ય સ્ત્રી સાથે […]

Top Stories India Trending
operation નાગપુર : ૧૪ વર્ષના છોકરાએ સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવવા ૫૦ તોલા સોનાની કરી ચોરી

નાગપુર

ભારે જહેમત બાદ નાગપુરની લકડગંજ પોલીસે મામીના 50 તોલા સોનાની ચોરી કરીને ભાગી જનાર 14 વર્ષના એક છોકરાને રેસ્ક્યુ કર્યો છે. તપાસમાં માલૂમ પડ્યું છે કે છોકરાએ સેક્સ ચેન્જ ઓપરેશન કરાવવાનો ખર્ચો કાઢવા આ ચોરી કરી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે તેની મામી બાર ડાન્સર હતી અને ત્યાં જ છોકરાની મુલાકાત એક અન્ય સ્ત્રી સાથે થઈ હતી જેણે તેને સેક્સ ચેન્જ ઓપરેશન કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતુ. છોકરો બાર ડાન્સરોની લેવિશ લાઈફસ્ટાઈલથી અંજાઈ ગયો હતો. આ ટીનેજ છોકરો નાગપુરની એક પ્રતિષ્ઠિત શાળામાં આઠમા ધોરણમાં ભણે છે. તે 7 ઓગસ્ટે સોનુ લઈ ફરાર થઈ ગયો હતો.

ચાર વ્યક્તિની ધરપકડ

પોલીસે 17 સપ્ટેમ્બરે છોકરાને રેસક્યુ કર્યો હતો અને રેહાના ધનાવત, ઈમરાન શરીફ, ફારૂખ શેખ અને પ્રશાંત જાંગડે એમ ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 30 તોલા સોનુ, એક ટુ-વ્હીલર અને ત્રણ મોબાઈલ ફોન ઝડપાયા છે. આ ચારેયને પોલીસે રિમાન્ડમાં લીધા હતા અને પછી તેમને અદાલતમાં રજૂ કરીને વધુ બે દિવસ રિમાન્ડમાં લેવાની માંગ કરી હતી. રેહાનાની ધરપકડ ગંગા-જમુના વિસ્તારના રેડ લાઈટ એરિયામાંથી કરવામાં આવી હતી. રેહાનાએ તેના ત્રણ શાગીર્દોને સોનુ વેચવા અથવા તો ગિરવે મૂકવા જણાવ્યું હતું. તેણે છોકરાને ખાતરી આપી હતી કે તે મુંબઈમાં ડોક્ટર ફાઈનલાઈઝ કરી દે તે સાથે જ તેની સેક્સ ચેન્જ સર્જરીની પ્રક્રિયા શરૂ કરી દેશે.

વૈભવી જીવન જીવવા માંગતો હતો

સિનિયર પોલીસ ઈન્સપેક્ટર સંતોષ ખાંડેકરે જણાવ્યું કે, તે માસાનો મોબાઈલ ફોન લઈને ભાગી ગયો હતો. તે ફોનમાં તેણે વિવિધ સાઈટ્સ પરથી સેક્સ ચેન્જ ઓપરેશન વિષે સર્ચ પણ કર્યું હતું. હાલમાં ટીનેજ છોકરાને સરકારી આશ્રય ગૃહમાં રાખવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું છે કે તે મુંબઈની બાર ડાન્સર જેવું વૈભવી જીવન જીવવા માંગતો હોવાથી તે સેક્સ ચેન્જ ઓપરેશન કરાવવા માંગતો હતો. કાઉન્સેલિંગ બાદ પણ ટીનેજરે જણાવ્યું હતું કે તે રેહાના સાથે રહેવા માંગે છે અને સ્ત્રી બનીને કાયમ માટે મુંબઈ શિફ્ટ થવા માંગે છે. ટીનેજરે સેક્સ પાર્ટનર્સ શોધવાની એપ પણ ડાઉનલોડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ રીતે કરી ચોરી

પોલીસે જણાવ્યું કે છોકરાની માતા અન્ય પુરૂષ સાથે ભાગી જતા છોકરાનો ઉછેર તેના મામાએ કર્યો હતો. માતા અને બહેન શારીરિક વિકલાંગતાથી પીડાતા હોવાથી મામાએ તેમની સારસંભાળ રાખવી પડતી હતી જ્યારે મામી બારડાન્સર તરીકે નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી. આ દરમિયાન 14 વર્ષનો છોકરો મામીના ઘરે ગયો ત્યારે તેને બાર ડાન્સર્સના વૈભવી જીવન અંગે ખબર પડી. પોલીસે જણાવ્યું કે, તેની માસી 6 ઓગસ્ટના રોજ મુંબઈથી નાગપુર આવી હતી. તેને તેની એક ફ્રેન્ડે લોકરમાં મૂકવા માટે 20 તોલા સોનુ આપ્યુ હતુ. તે લોકરમાં સોનુ મૂકે એ પહેલા જ ટીનેજ છોકરો સોનુ ચોરીને ભાગી ગયો હતો.”,