Not Set/ નાગપુર: બીજેપી કાર્યકર્તા અને તેના પરિવારના 4 સભ્યોની હત્યા

નાગપુરના આરાધના નગરથી ભાજપના કાર્યકર્તા કમલાકર પવનકર અને તેમના પરિવારના 4 સભ્યોની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આ હત્યાની પ્લાનીંગ પહેલાથી જ કરવામાં આવી હતી. બીજેપીના કાર્યકર કમલાકર પોહાનકર, તેમની પત્ની અર્ચના, દીકરી વેદાંતી, ભત્રીજા ગણેશ, અને માતા મીરાબાઇની કોઇ અજાણ્યા લોકોએ ધારદાર હથિયારના ધા મારીને હત્યા કરી નાખી હતી. પરિવાર […]

Top Stories India Trending
નાગપુર: બીજેપી કાર્યકર્તા અને તેના પરિવારના 4 સભ્યોની હત્યા

નાગપુરના આરાધના નગરથી ભાજપના કાર્યકર્તા કમલાકર પવનકર અને તેમના પરિવારના 4 સભ્યોની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આ હત્યાની પ્લાનીંગ પહેલાથી જ કરવામાં આવી હતી.

બીજેપીના કાર્યકર કમલાકર પોહાનકર, તેમની પત્ની અર્ચના, દીકરી વેદાંતી, ભત્રીજા ગણેશ, અને માતા મીરાબાઇની કોઇ અજાણ્યા લોકોએ ધારદાર હથિયારના ધા મારીને હત્યા કરી નાખી હતી. પરિવાર ઊંઘી રહ્યો હતો ત્યારે તેમના પર હુમલો થયો હતો.

ઉલ્લેખનીય  છે કે ગત મહીને  પશ્ચિમબંગાળમાં બે ભાજપના કાર્યકર્તાઓની હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં બે કાર્યકર્તાની હતી થઇ જેમાંથી એક 18 વર્ષનો ત્રિલોચન જેની લાશ એક ઝાડ પર લટકી જોવા મળી હતી. આ ઘટનાના ચાર દિવસ બાદ બીજી હત્યા સામે આવી હતી.

32 વર્ષના દુલાલ દાસની હત્યા થઇ હતી જેમની લાશ એક વીજળીના થાંભલા પર લટકેલી હાલતમાં મળી આવી હતી. આ બંને મૃત વ્યક્તિ અલગ અલગ ગામના હતાં પરંતુ બંનેનું પોલીસ વિસ્તાર એક જક્ષેત્રના અંતર્ગત આવે છે.