ACB trap/ પાટણમાં નાયબ મામલતદાર એક લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

મિલકતના દસ્તાવેજની નોંધ માટે એક લાખની માંગણી નાયબ મામલતદારે કરી હતી. આ જાગૃત નાગરિકે એન્ટી કરપ્શન બ્યુરોમાં આની ફરિયાદ કરી હતી

Top Stories Gujarat
7 33 પાટણમાં નાયબ મામલતદાર એક લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા
  • પાટણ જિલ્લામાં એસીબીની સફળ ટ્રેપ
  • સમીમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
  • નાયબ મામલતદારે એક લાખની માંગી હતી લાંચ
  • એક જાગૃત નાગરિક દ્વારા કરાઇ હતી ફરિયાદ
  • મામલતદાર કચેરીમાં જ લાંચ લેતા ઝડપાયા
  • મિલકતના દસ્તાવેજની નોંધ માટે માંગી હતી લાંચ

ગુજરાતમાં ભ્રષ્ટ્રાચારના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે.પાટણ જિલ્લાના સમીમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ નાયબ મામલતદારે ફરિયાદી પાસે એક લાખની લાંચની માંગ કરી હતી, મિલકતના દસ્તાવેજની નોંધ માટે એક લાખની માંગણી નાયબ મામલતદારે કરી હતી. આ જાગૃત નાગરિકે એન્ટી કરપ્શન બ્યુરોમાં આની ફરિયાદ કરી હતી જે અંતર્ગત ઓસીબીએ છટકું ગોઠવ્યું હતું  જેમાં નાયબ મામલતદાર કચેરીમાં લાંચ લંતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. એસીબી નાયબ મામલતદારને રંગે હાથે પકડી પાડતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને સમગ્ર શહેરમાં નાયબ મામલતદાર લાંચ લેતા પક્ડાયાની વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી.