AHMEDABAD NEWS/ સાણંદમાં નરાધમ પુત્રનું હેવાનિયતભર્યુ કૃત્ય, માતાને જીવતી સળગાવી

કળિયુગ કોને કહેવાય તેનો વધુ એક પુરાવો મળ્યો છે. સાણંદમાં નરાધમ પુત્રએ હેવાનિયતભર્યુ કૃત્ય કરતા ખીંચા ગામમાં તેની માતાને જીવતી સળગાવી છે. પુત્રને માતાના ચરિત્ર પર શંકા હોવાના લીધે તેણે માતાને જીવતી સળગાવી હતી.

Gujarat Ahmedabad Trending Breaking News
Beginners guide to 4 2 સાણંદમાં નરાધમ પુત્રનું હેવાનિયતભર્યુ કૃત્ય, માતાને જીવતી સળગાવી

Ahmedabad News: કળિયુગ કોને કહેવાય તેનો વધુ એક પુરાવો મળ્યો છે. સાણંદમાં નરાધમ પુત્રએ હેવાનિયતભર્યુ કૃત્ય કરતા ખીંચા ગામમાં તેની માતાને જીવતી સળગાવી છે. પુત્રને માતાના ચરિત્ર પર શંકા હોવાના લીધે તેણે માતાને જીવતી સળગાવી હતી. વિધવા માએ પુત્રને ઉછેર્યો તેનો પુત્રએ તેના પર આ પ્રકારની શંકા રાખીને બદલો વાળ્યો.

તેણે પિતરાઈ ભાઈ સાથે મળીને તેની વિધવા માતાને સળગાવી હતી. પહેલા માતાના પગે ધોકા મારીને તેના પગ તોડી નાખ્યા હતા અને પછી તેના પર પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપી હતી. આ ઘટનાના પગલે અડોશપડોશના લોકો દોડી આવ્યા હતા અને તેઓએ તેમની માતાને બચાવી હતી. તેના પછી તેની માતાને ખાનગી હોસ્પિટલમાં આઇ.સી.યુ.માં ખસેડાઈ હતી.

આ બતાવે છે કે કળિયુગ ક્યાં પહોંચ્યો છે, પુરુષો પત્નીને તો લોકો મારી નાખે છે અને કટકા કરી નાખે છે, ત્યજી દે છે. પણ હવે વાત તો છેક માતા સુધી પણ પહોંચી ગઈ છે. સગી માતાને પણ મારી નાખતા અચકાતા નથી. પોલીસે આ કેસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્કૂલ વાન ચાલકો અને ઓટોરિક્ષા ચાલકોની હડતાળ સમેટાઈ

આ પણ વાંચો: IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન

આ પણ વાંચો: નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ

 આ પણ વાંચો: ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર, કોર્પોરેટર રહેલ મીરા બેન પટેલ બન્યા મેયર