National News/ નરેન્દ્ર નામ સાંભળીને પાકિસ્તાની બોક્સર બોલ્યો કંઈક એવું, PM મોદી પણ હસી પડ્યા

વડાપ્રધાન મોદીએ કોમનવેલ્થ ગેમ્સ 2026ના મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરી છે. બોક્સર નરેન્દર બેરવાલે પાકિસ્તાની બોક્સર સાથેનો PM Modi સાથે એક રમુજી કિસ્સો શેર કર્યો.

NATIONAL Top Stories India
PM Modi

PM Modi Meets Commonwealth Games Medallists Narendra Berwal:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ વડાપ્રધાન સાથે પોતાના રમતગમતના અનુભવો પણ શેર કર્યા હતા.

narendra-berwl-pakistani-boxer-story-pm-modi

પાકિસ્તાની બોક્સર સાથેનો જૂનો કિસ્સો

મુલાકાત દરમિયાન ભારતીય હેવીવેઈટ બોક્સર નરેન્દર બેરવાલે 2015ની વર્લ્ડ મિલિટ્રી ગેમ્સ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. નરેન્દરે જણાવ્યું કે તે સમયે તેમની ફાઈટ પાકિસ્તાનના એક બોક્સર સામે થઈ હતી. મેચ પહેલાં ભારતીય આર્મી તરફથી તેમને ખાસ સૂચના આપવામાં આવી હતી કે પાકિસ્તાન સામેની મેચમાં હારવું નહીં.

મેચ દરમિયાન બંને ખેલાડીઓને ઈજા

નરેન્દરના જણાવ્યા અનુસાર, તેમણે મેચનો પહેલો રાઉન્ડ 4-1થી અને બીજો રાઉન્ડ 3-2થી જીતી લીધો હતો. જોકે, મેચ દરમિયાન બંને બોક્સરોના માથા એકબીજા સાથે અથડાયા હતા, જેના કારણે બંનેને ઈજા થઈ હતી. મેચ પૂરી થયા બાદ બંને ખેલાડીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમને ટાંકા પણ લેવા પડ્યા હતા.

પાકિસ્તાની બોક્સરે કહી હતી મજેદાર વાત

નરેન્દરે જણાવ્યું કે મેચ બાદ પાકિસ્તાની બોક્સરે તેમની સાથે વાત કરી હતી. નરેન્દરની સાથે રહેલા ભારતીય આર્મીના કોચનું નામ નરેન્દ્ર રાણા હતું. પાકિસ્તાની બોક્સરે નરેન્દરને કહ્યું હતું કે, તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ પણ નરેન્દ્ર છે અને તમારા વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર (PM Modi) છે. તેથી હવે તો મને નરેન્દ્ર નામથી જ નફરત થઈ ગઈ છે.

narendra-berwl-pakistani-boxer-story-pm-modi

કિસ્સો સાંભળીને PM Modi પણ હસી પડ્યા

નરેન્દર બેરવાલનો આ કિસ્સો સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) પણ હસી પડ્યા હતા. ખેલાડીઓ સાથેની મુલાકાત દરમિયાન રમતગમત, તેમની મહેનત અને દેશ માટે મેળવેલી સફળતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નરેન્દર બેરવાલ ભારતીય સેનાથી જોડાયેલા બોક્સર છે અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યા બાદ વડાપ્રધાન સાથેની તેમની આ મુલાકાત દરમિયાન સંભળાવેલો જૂનો કિસ્સો ખાસ ચર્ચામાં રહ્યો હતો.


આ પણ વાંચો:ઇથોપિયન સંસદમાં PM મોદીનું સંબોધન, મિત્રતા અને ભાઈચારાનો મજબૂત સંદેશ

આ પણ વાંચો:આઈઆઈટી દિલ્હીમાં PM મોદીનું સંબોધન; કેમ્પસ બહારના સવાલો આઉટ ઓફ સિલેબસ હોય છે

આ પણ વાંચો:વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાઓ પર કેટલો ખર્ચ થયો? સંસદમાં રજૂ થયા સત્તાવાર આંકડા