નિર્ણય લેશે/ તારીખ પે તારીખ,નરેશ પટેલ આ અઠવાડિયામાં રાજકારણામાં પ્રવેશ અંગે લેશે નિર્ણય

નરેશ પટેલ અને સી.આર. પાટીલ સાથે દેખાયા હતા, પરંતુ ફરી એકવખત રાજનીતિમાં જોડાવા અંગે નરેશ પટેલે નવી તારીખ આપી હતી.

Top Stories Gujarat
dgggdsg તારીખ પે તારીખ,નરેશ પટેલ આ અઠવાડિયામાં રાજકારણામાં પ્રવેશ અંગે લેશે નિર્ણય

રાજકારણમાં નરેશ પટેલની એન્ટ્રી ક્યારે થશે? આ સવાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાઇ રહ્યું છે  કેમ કે, નરેશ પટેલ રાજનીતિમાં આવવા અંગે છેલ્લાં 6 મહિનાથી માત્ર તારીખઆપી રહ્યા છે. પરંતુ કોઈ નિર્ણય જાહેર કરતા નથી. ફરી એકવાર નરેશ પટેલ અને સી.આર. પાટીલ સાથે દેખાયા હતા, પરંતુ ફરી એકવખત રાજનીતિમાં જોડાવા અંગે નરેશ પટેલે નવી તારીખ આપી હતી.

રાજકોટમાં એક ખાનગી જીમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં રાજકોટમાં સીઆર પાટિલ અને નરેશ પટેલ સાથે દેખાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. નરેશ પટેલ ક્યારે અને કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે ત્યારે આ અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમને રાજકીય રંગ ના આપવો જોઈએ. કઈ પાર્ટીમાં જવું તેવો હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. અને આગામી એક સપ્તાહમાં તમામ અટકળોનો અંત આવશે. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોના મતે જુનના અંત સુધીમાં નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરે તેવી સંભાવના છે.

નરેશ પટેલને રાજકારણમાં જોડાવવા અંગે જિમના ઉદ્દઘાટન પ્રસંગમાં એક સવાલ કરાયો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, દરેક જિમ ભાઈઓ મારી હાર્દિક શુભકામના છે. હું એક અઠવાડિયામાં રાજકારણમાં એન્ટ્રી લઇશ કે નહીં તે જણાવીશ.નોંધનીય છે કે, સી.આર. પાટીલ રવિવારે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓએ રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર બની રહેલા ભાજપના ‘મિની કમલમ’ કાર્યાલયની સ્થળ વિઝિટ કરી હતી. બાદમાં સાંજે મવડી રોડ પર આવેલા જીથરીયા હનુમાન પાસે ધ જીમ વર્લ્ડના ઓપનિંગના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ સાથે જોવા મળ્યા હતા.