ગુજરાત/ નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પર બળાત્કારનો આરોપ, પદેથી તાત્કાલિક કરાયા દૂર

ર્મદા જિલ્લા ઉપાધ્યક્ષ સામે એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે ભાજપના નેતાએ નોકરી અને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બનાવ્યા હતા.

Gujarat Others
આરોપ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નર્મદા જિલ્લા ઉપાધ્યક્ષ સામે એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે ભાજપના નેતાએ નોકરી અને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બનાવ્યા હતા. આ સાથે જ ફરિયાદ નોંધાયા બાદ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

આ પણ વાંચો :  માઉન્ટ આબુમાં ગુજરાતી પ્રવાસીઓની દાદાગીરી, મારામારીનો વીડિયો વાયરલ

યુવતીની ફરિયાદના આધારે ભાજપના નેતા હિરેન પટેલ વિરુદ્ધ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતીએ કહ્યું કે આરોપીએ અશ્લીલ વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.

યુવતીનો આરોપ છે કે હિરેન પટેલ ધમકી પણ આપતો હતો કે જો તે બીજા કોઈ સાથે લગ્ન કરશે તો તે તેના પતિને મારી નાખશે. હિરેન પટેલે આવી ધમકીઓ આપી પોતાની સાથે અવારનવાર યુવતીની મરજી વિરુદ્ધ વડોદરાની અલગ-અલગ હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, અલવા ગામે એના ઘરમાં પણ બળાત્કાર કર્યો હતો. સાથે સાથે યુવતીનો હિરે પટેલે વારંવાર પીછો કરી પ્રેમ સંબંધ રાખવા અને માનસિક ત્રાસ આપી દબાણ કર્યો હાવનું પણ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે.

આ પણ વાંચો :પૈસા ન હતા તો ખેતર વેચેની પિતાએ પૂરું કર્યું દીકરીનું સપનું, મૈત્રી પટેલ બની દેશની સૌથી યંગેસ્ટ કમર્શિયલ પાયલટ

મળતી માહિતી અનુસાર, હિરેન પટેલ પોતે પરિણીત અને બે બાળકો પણ છે. તેમ છતાં પોતાની પુત્રીની ઉંમરની યુવતી સાથે આવું કૃત્ય કર્યું એ નિંદનીય છે. હિરેન પટેલ વિરુદ્ધ યુવતીએ દુષ્કર્મની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા પ્રમુખે હિરેન પટેલને ભાજપના ઉપપ્રમુખ પદ પરથી તાત્કાલિક અસરથી દૂર કર્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ યુવતીએ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં 6 દિવસથી લેખિત ફરિયાદ કરી છતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આટલો વિલંબ કેમ કર્યો તે સૌથી મોટો સવાલ છે. બીજી તરફ યુવતીના સમાજની મહિલાઓએ આ મામલે કેવડીયા કોલોનીના DYSP સમક્ષ પણ રજૂઆત કરી છે.

આ પણ વાંચો :જન્માષ્ટમીના તહેવારને લઈને વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે

આ પણ વાંચો :દૂધમાં ભેળસેળ મામલે કોર્પોરેશનની કરાઈ મેગા ડ્રાઇવ, 228  લીટર દૂધ નો નાશ કરવામાં આવ્યો 

તો બીજી બાજુ નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામ પટેલે હિરેન પટેલ વિરુદ્ધ ત્વરિત કડક કાર્યવાહી કરી એમને પક્ષ માંથી બરતરફ કર્યા હતા.નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે આ બાબતે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય એ માટે હિરેન પટેલને તત્કાલીન અસરથી એમના પદ પરથી દૂર કરવામાં આવે છે.

આ પણ વાંચો :

રાજય માં પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો