Not Set/ નાસિક બાદ બનાસકાંઠામાં પણ નોધાયો મેગ્નેટ મેનનો કેસ, શરીર પર સિક્કા, ચમચી તેમજ અન્ય ચીજવસ્તુઓ ચોંટી રહી છે

પાલનપુરના નવીનકુમાર રાવલના શરીરમાં અચાનક જ મેગ્નેટ પાવર વધી જતા તેમના શરીર પર સિક્કા ચમચી રિમોટ કંટ્રોલ તેમજ અન્ય ચીજવસ્તુઓ ચોંટી રહી છે.

Top Stories Gujarat Others Trending
indira hardyesh 1 નાસિક બાદ બનાસકાંઠામાં પણ નોધાયો મેગ્નેટ મેનનો કેસ, શરીર પર સિક્કા, ચમચી તેમજ અન્ય ચીજવસ્તુઓ ચોંટી રહી છે

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પાલનપુરના નવીનકુમાર રાવલ બન્યા છે મેગ્નેટ મેન. અચાનક જ તેમના શરીરને લોખંડ તેમજ તેની વસ્તુઓ ચોંટતા અચરજ.

માનવ શરીરમાં કુદ્ત્ર વિરુદ્ધના ફેરફાર લોકો માટે હંમેશા કુતૂહલ બનતું હોય છે. પાલનપુરના નવીનકુમાર રાવલના શરીરમાં અચાનક જ મેગ્નેટ પાવર વધી જતા તેમના શરીર પર સિક્કા ચમચી રિમોટ કંટ્રોલ તેમજ અન્ય ચીજવસ્તુઓ ચોંટી રહી છે. આ પ્રકારની ઘટના બનતા જ નવીનકુમાર તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તપાસમાં પણ ડોક્ટરો અચરજ પામ્યા હતા. નવીન કુમારનું કહેવું છે કે સીટી સ્કેન કરવા માટે તેઓ તૈયારી દર્શાવી હતી. પરંતુ તેમના શરીરમાં વધેલા મેગ્નેટ પાવર ના કારણે તેમનું શરીર સીધું સીટી સ્કેનમાં ચોંટી જાય તો મુશ્કેલી સર્જાય. આ જ કારણથી તેનું સીટી સ્કેન પણ થયું નથી. તેમનું કહેવું છે કે તેમનું ભલે મેગ્નેટ પાવર વધે છે પરંતુ તેના થકી તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી.

indira hardyesh 2 નાસિક બાદ બનાસકાંઠામાં પણ નોધાયો મેગ્નેટ મેનનો કેસ, શરીર પર સિક્કા, ચમચી તેમજ અન્ય ચીજવસ્તુઓ ચોંટી રહી છે

નવીનભાઈ રાવલ ના બંને ડોઝ પણ લીધા છે. તેમના સ્વજનોને કહેવું છે કે વ્યક્તિના કારણે આ પ્રકારની કોઇ પરિસ્થિતિ થઈ નથી. પરંતુ જે પ્રકારે તેમના શરીરમાં મેગ્નેટ પાવર વધી રહ્યું છે તેને લઈને તેમના સ્વજનો પણ ચિંતામાં છે. મેડિકલ તપાસ માટે તેઓ આગામી સમયમાં મહાનગરોમાં જે આખરે તેમના શરીરમાં એવી તે શુ પ્રક્રિયા કરી કે તેના કારણે તેમને મેગ્નેટિક પાવર વધે છે. તેના કારણે તેમના શરીરને વસ્તુઓ શોધી રહી છે. તેની તપાસ કરવા માટે તેઓ પ્રયત્ન કરશે.

આ સમગ્ર મામલે પાલનપુર સિવિલ સર્જન ભરત મિસ્ત્રીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે નવીનભાઈ રાવલના દર્દી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જે પ્રકારે તેમના શરીર પર લોખંડને અન્ય ચીજવસ્તુઓ ચોંટી રહી છે તે મામલે હજુ મેડિકલ સાયન્સ પણ અચરજ અનુભવી રહ્યું છે. આ સમગ્ર મામલે મેડિકલની ટીમ દ્વારા તપાસ કરી આખરે માનવ શરીરને લોખંડ કઈ રીતે તૂટે છે તે મામલે તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાસિક ખાતે પણ હાલમાં આવો જ એક કેસ સામે આવ્યો છે. જ્યાં કોરોનાની બંને રસી લીધા બાદ વૃદ્ધના શરીરમાં મેગ્નેટિક પાવર ઉત્પન્ન થાય છે. અને ચમચી સહિત ની વસ્તુઓ શરીર સાથે ચોટી જાય છે.