Not Set/ આ વર્ષે 15,700થી વધુ લોકોએ પદ્મ પુરસ્કાર માટે ઓનલાઈન નામ ફાઈલ કર્યા, ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યા પદ્મ-પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે.

ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યા એટલે કે ગુરૂવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવનાર છે. આ વર્ષે 15,700થી વધુ લોકોએ પદ્મ પુરસ્કાર માટે ઓનલાઈન નોમિનેશન ફાઈલ કર્યાં છે. જ્યારે 2016માં આ સંખ્યા 18 હજારથી પણ વધુ હતી. પદ્મ પુરસ્કારોનું એલાન દર વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે. ગત વર્ષે 89 એવોર્ડ આપવામાં આવ્યાં હતા. અત્રે […]

India
n PADMA SHRI AWARD large570 આ વર્ષે 15,700થી વધુ લોકોએ પદ્મ પુરસ્કાર માટે ઓનલાઈન નામ ફાઈલ કર્યા, ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યા પદ્મ-પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે.

ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યા એટલે કે ગુરૂવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવનાર છે. આ વર્ષે 15,700થી વધુ લોકોએ પદ્મ પુરસ્કાર માટે ઓનલાઈન નોમિનેશન ફાઈલ કર્યાં છે. જ્યારે 2016માં આ સંખ્યા 18 હજારથી પણ વધુ હતી.

પદ્મ પુરસ્કારોનું એલાન દર વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે. ગત વર્ષે 89 એવોર્ડ આપવામાં આવ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદી પછી ગત વર્ષ સુધીમાં 4,417 હસ્તીઓને દેશના સૌથી પ્રતિષ્ઠિત એવા પદ્મ એવોર્ડ આપવામાં આવ્યાં છે.

પીએમ મોદીએ જણાવ્યુ છે કે, અત્યારસુધીમાં પદ્મ પુરસ્કાર મંત્રીઓની ભલામણ પર આપવામાં આવતા હતા. પરંતુ અમે આ પરેશાનીઓને દૂર કરી છે. હવે કોઈપણ નોમિનેશન ફાઈલ કરી શકે છે. અન્ય માટે પણ ઓનલાઇન રિકમંડેશન ફાઈલ કરી શકે છે.

દેશમાં અલગ અલગ ફીલ્ડમાં કેટલાંક એવા સફળ અને ઉમદા કામ કરનારા હીરોઝ છે, જેઓને આ પદ્મ એવોર્ડ્સ મળવાં જોઈએ. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી 45 ભારત રત્ન, 300 પદ્મ વિભૂષણ, 1,232 પદ્મ ભૂષણ અને 2,840 પદ્મ શ્રી એવોર્ડ અપાયા છે.

અલગ અલગ ફિલ્ડસમાં સારા કામ કરનારાઓને દર વર્ષે પદ્મ એવોર્ડસ આપવામાં આવે છે. આર્ટ, લિટ્રેચર, એજ્યુકેશન, સ્પોર્ટસ, મેડિસિન, સોશિયલ વર્ક, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, પબ્લિક અફેયર્સ, સિવિલ સર્વિસીઝ અને ટ્રે઼ડ એન્ડ ઈન્ડસ્ટ્રી જેવી ફીલ્ડસમાં આ પુરસ્કાર આપવામા આવે છે. પુરસ્કારો માટે આવેલાં નોમિનેશન પદ્મ એવોર્ડ કમિટી સમક્ષ મુકવામાં આવે છે. આ કમિટીની રચના દર વર્ષે પીએમ દ્વારા કરવામાં આવે છે.