Not Set/ બિહારના ગોપાલગંજ જિલ્લામાં બોયલર ફાટતા 4 મજૂરોના મોત

બિહારના ગોપાલગંજ જિલ્લામાં આવેલી ખાંડની મિલમાં એક મોટો બનાવ બન્યો હતો.ખાંડની મિલમાં બોયલર ફાટવાથી કામ કરતાં 4 જેટલા મજૂરોનું મોત નિપજ્યું હતું.ઘટના સ્થળ પર રાહત કાર્યવાહી ચાલુ છે. જો કે ખાંડની મિલમાં હજુ પણ કેટલાક મજૂરોના ફસાઇ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગોપાલ ગંજ જિલ્લામાં સાસામુસા ખાંડની મિલમાં ઘટના સમયે 100 મજૂરો કામ કરી […]

Uncategorized
masudanrailwaystationattack 2 બિહારના ગોપાલગંજ જિલ્લામાં બોયલર ફાટતા 4 મજૂરોના મોત

બિહારના ગોપાલગંજ જિલ્લામાં આવેલી ખાંડની મિલમાં એક મોટો બનાવ બન્યો હતો.ખાંડની મિલમાં બોયલર ફાટવાથી કામ કરતાં 4 જેટલા મજૂરોનું મોત નિપજ્યું હતું.ઘટના સ્થળ પર રાહત કાર્યવાહી ચાલુ છે. જો કે ખાંડની મિલમાં હજુ પણ કેટલાક મજૂરોના ફસાઇ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ગોપાલ ગંજ જિલ્લામાં સાસામુસા ખાંડની મિલમાં ઘટના સમયે 100 મજૂરો કામ કરી રહ્યા હતા. જો કે આ ઘટના ઓવરહીટીંગને કારણે થઇ હોવાનું જાણવા મળ્યું હતું.બોયલરની પાસે ઉભા રહેલા મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 1 નવેમ્બરે રાયબરેલી પાસે NTPC પ્લાન્ટમાં 500 મેગાવોટના યુનિટ નંબર 6ના બોયલરની સ્ટીમ પાઇપ ફાટી હતી.જેમાં 30 લોકોના મોત થયા હતા.અને અનેક લોકો ઘાયલ થયા હતા