
ભારતીય રેલ્વે આમતો ભારતમાં અંગ્રેજોનાં જમાનાથી કાર્યરત છે. ભારતીય રેલવે પોતાની અપ્રતિમ સેવાઓ માટે જાણીતી છે. ભારતમાં પૂર્વે ખેલાયેલા 3 યુદ્ધ સહિતની અનેક રાષ્ટ્રીય વિપદામાં પણ જે ભારતીય સેવાઓ અવિરત રીતે ચાલુ હતી, તે ભારતીય રેલવેએ કોરોના કાળમાં અનેક નવા કર્તિમાન સ્થાપ્યા છે. જી હા, ઇતિહાસમાં પહેલી વખત કોરોના કાળમાં ભારતીય રેલવેએ અનેક પ્રકારની સેવાઓ વિલંબીત કરી ઇતિહાસ રચ્યો હતો.
167 વર્ષના ભારતીય રેલવેનાં ઇતિહાસમાં પહેલી વખત આવુ પણ જોવામાં આવી રહ્યું છે કે, ભારતીય રેલવેએ છેલ્લા પાંચ માસમાં ટીકીટથી થતી આવક કરતા વધુ રિફંડ ચૂકવ્યું છે. જી હા, ઇતિહાસ ફરી લખવામાં આવ્યો છે અને કોરોનાનાં કારણે ટીકીટ કેન્સલેશને પણ રેકોર્ડ સર્જી દીધો છે.
આપને જણવી દઇએ કે, 11 ઓગસ્ટ સુધી રેલવેએ પેસેન્જર ટ્રાઇનમાં બુકીંગ થકી 2368 કરોડની કમાણી કરી હતી. જ્યારે આજ સમયગાળામાં ભારતીય રેલવેેએ ટ્રેનો કેન્સલ થવાનાં કારણે 2628 પરત ચૂક્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….