Not Set/ ઉત્તરપ્રદેશ : હમીરપુર જિલ્લામાં પેસેન્જર ટ્રેનની અડફેટમાં આવતા ૩૬ ગાયોના મોત

હમીરપુર, ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાથી બે દર્દનાક ઘટનાઓ સામે આવી છે, જેમાં દેશમાં માતા તરીકે મનાતી કુલ ૪૨ ગાયોના કરુણ મોત થયા છે. આ બે ઘટનાઓમાં રાગૌલ રેલ્વે સ્ટેશન પાસે એક પેસેન્જર ટ્રેન સાથે ૩૬ ગાયો અથડાયા બાદ તેઓના ઘટનાસ્થળે જ મોત થયા છે, જયારે જલાલપુર પોઈલ્સ સ્ટેશન પાસે એક ગાયો ભરેલી એક ટ્રક પલટી ગઈ […]

India Trending
maxresdefault 1 ઉત્તરપ્રદેશ : હમીરપુર જિલ્લામાં પેસેન્જર ટ્રેનની અડફેટમાં આવતા ૩૬ ગાયોના મોત

હમીરપુર,

ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાથી બે દર્દનાક ઘટનાઓ સામે આવી છે, જેમાં દેશમાં માતા તરીકે મનાતી કુલ ૪૨ ગાયોના કરુણ મોત થયા છે.

આ બે ઘટનાઓમાં રાગૌલ રેલ્વે સ્ટેશન પાસે એક પેસેન્જર ટ્રેન સાથે ૩૬ ગાયો અથડાયા બાદ તેઓના ઘટનાસ્થળે જ મોત થયા છે, જયારે જલાલપુર પોઈલ્સ સ્ટેશન પાસે એક ગાયો ભરેલી એક ટ્રક પલટી ગઈ હતી, જેમાં ૬ ગાયોના મોત થયા છે. આ ટ્રકમાં કુલ ૫૦ ગાયો ભરેલી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતા પશુઓને લઈ રાજ્યની યોગી સરકાર ખુબ સખ્ત જોવા મળી રહી છે, જેના ભાગરૂપે જિલ્લા તેમજ સ્થાનિક પ્રશાસનના અધિકારીઓને ૧૦ જાન્યુઆરી સુધી રખડતા પશુઓને પકડીને ગૌશાળામાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

જો કે સરકાર દ્વારા આપવામાં આવેલી ડેડલાઇન સમાપ્ત થઇ ગઈ છે, પરંતુ ખેડૂતોને પણ આ સમસ્યામાંથી છૂટકારો મળ્યો નથી.