Not Set/ આજથી ૪૩ વર્ષ પહેલા દેશભરમાં પ્રથમવાર લાગુ કરાઈ હતી ઈમરજન્સી, જાણો, કટોકટીની જાણી-અજાણી વાતો

નવી દિલ્હી, આજે ૨૫ જૂન, એટલે કે આજ દિવસે ૪૩ વર્ષ પહેલા દેશભરમાં આઝાદી બાદ પ્રથમવાર ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી . આ દિવસને ભારતના રાજકારણના ઇતિહાસનો “બ્લેક ડે” પણ ગણવામાં આવે છે. ૪૩ વર્ષ પહેલા ૨૫ જૂન, ૧૯૭૫માં મધરાત્રિથી જ દેશમાં કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી અને જે ૨૧ મહિના બાદ એટલે કે ૨૧ […]

Top Stories India Trending
emergency lrg 1 1 આજથી ૪૩ વર્ષ પહેલા દેશભરમાં પ્રથમવાર લાગુ કરાઈ હતી ઈમરજન્સી, જાણો, કટોકટીની જાણી-અજાણી વાતો

નવી દિલ્હી,

આજે ૨૫ જૂન, એટલે કે આજ દિવસે ૪૩ વર્ષ પહેલા દેશભરમાં આઝાદી બાદ પ્રથમવાર ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી . આ દિવસને ભારતના રાજકારણના ઇતિહાસનો “બ્લેક ડે” પણ ગણવામાં આવે છે.

૪૩ વર્ષ પહેલા ૨૫ જૂન, ૧૯૭૫માં મધરાત્રિથી જ દેશમાં કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી અને જે ૨૧ મહિના બાદ એટલે કે ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધી લાગુ રહી હતી. આ દરમિયાન દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદના હસ્તાક્ષર સાથે જ દેશમાં બંધારણની ધારા ૩૫૨ હેઠળ ઈમરજન્સી લાગુ કરાઈ હતી.

imag 1945858682 752851883 આજથી ૪૩ વર્ષ પહેલા દેશભરમાં પ્રથમવાર લાગુ કરાઈ હતી ઈમરજન્સી, જાણો, કટોકટીની જાણી-અજાણી વાતો

૨૫ જૂનની મધરાત્રિએ ઈમરજન્સી ઘોષિત કર્યા બાદ આગલા દિવસે સવારે જ દેશભરમાં રેડિયો પર વર્તમાન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ આ અંગે ઘોષણા કરી હતી. બીજી બાજુ આઝાદી બાદ સ્વતંત્ર ભારતનો આ સૌથી વિવાદાસ્પદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

શા માટે લાગુ કરાઈ હતી ઈમરજન્સી

માનવામાં આવી રહ્યું છે કે, દેશમાં ઈમરજન્સી લાગુ કરવા માટેની કવાયત ૧૨ જૂન, ૧૯૭૫ના રોજ રાખવામાં આવી હતી. આ જ દિવસે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં ચૂંટણી પ્રચારના અભિયાનમાં સરકારી મશીનરીનો દુરપયોગ કરવાના મામલે દોષિત ઠેરવ્યા આવ્યા હતા અને ત્યારબાદ આ ચૂંટણીને પણ રદ્દ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇન્દિરા ગાંધી પર આગામી ૬ વર્ષ માટે ચૂંટણી લડવા માટે તેમજ કોઈ પણ પ્રકારનું પદ મેળવવા માટે રોક લગાવી હતી.

maxresdefault 13 આજથી ૪૩ વર્ષ પહેલા દેશભરમાં પ્રથમવાર લાગુ કરાઈ હતી ઈમરજન્સી, જાણો, કટોકટીની જાણી-અજાણી વાતો

આ દરમિયાન રાજ નારાયણ દ્વારા ૧૯૭૧માં રાયબરેલીમાં ઇન્દિરા ગાંધીના હાથે ચૂંટણી હાર્યા બાદ આ મામલો કોર્ટમાં દાખલ કર્યો હતો અને હાઈકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિન્હાએ આ નિર્ણય આપ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો હતો.

કોર્ટના આ ચુકાદા બાદ ઇન્દિરા ગાંધી કોઈ પણ સંજોગોમાં પોતાનું પદ ખાલી કરવાના મૂળમાં ન હતા, તો બીજી બાજુ સંજય ગાંધી પણ પોતાની માંના હાથમાંથી સત્તા જાય એ પણ ઈચ્છતા ન હતા. જેથી અંતે ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાગુ કરી હતી.

જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં કરવામાં આવ્યું આંદોલન

તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા ૨૫ જૂનની મધરાત્રિએ ઈમરજન્સી ઘોષિત કર્યા બાદ જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ એકજૂથ થઇ હતી. ત્યારબાદ ઇન્દિરા ગાંધી વિરુધ આંદોલન છેડવામાં આવ્યું હતું.

jpn kuVE આજથી ૪૩ વર્ષ પહેલા દેશભરમાં પ્રથમવાર લાગુ કરાઈ હતી ઈમરજન્સી, જાણો, કટોકટીની જાણી-અજાણી વાતો

આંદોલન કરી રહેલા આ નેતાઓને મોકલાયા હતા જેલમાં

ઈમરજન્સી બાદ ઇન્દિરા ગાંધી વિરુધ છેડાયેલા આંદોલનને ડામવા માટે સરકારી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આંદોલનના નેતા જયપ્રકાશ નારાયણ, જ્યોર્જ ફર્નાન્ડીસ, અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, મુલાયમસિંહ યાદવ સહિતના તમામ વિપક્ષ નેતાઓને જેલમાં મોકલાયા હતા.

આ દરમિયાન સંજય ગાંધીએ તમામ પ્રકારની સીમા વટાવી દીધી હતી અને તેઓના ઈશારે કેટલાક પુરુષોની જબરદસ્તીથી નસબંધી કરવામાં આવી હતી.

ઈમરજન્સી લાગુ થયા બાદ લોકોના છીનવાઈ ગયા હતા તમામ અધિકારો

માનવામાં આવી રહ્યું છે કે, વર્તમાન ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા ઈમરજન્સી લાગુ કરાયા બાદ લોકોના તમામ મૌલિક અધિકારોએ સ્થગિત કરવામાં આવ્યા હતા અને પુરા દેશને એક મોટું જેલખાનામાં બદલાવમાં આવ્યું હતું.

જો કે ત્યારબાદ ૨ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ દેશની સર્વોચ્ચ અદાલતે ઈમરજન્સીમાં મૌલિક અધિકારો છીનવી જવાના મામલે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો.

દેશના નાગરિકોએ લીધો ઈમરજન્સીનો બદલો

24sld6 આજથી ૪૩ વર્ષ પહેલા દેશભરમાં પ્રથમવાર લાગુ કરાઈ હતી ઈમરજન્સી, જાણો, કટોકટીની જાણી-અજાણી વાતો

લગભગ ૨૧ મહિના સુધી દેશમાં લાગુ કરાયેલી ઈમરજન્સી બાદ અંતે ઇન્દિરા ગાંધીએ પોતાનું પદ છોડવું પડ્યું હતું અને ત્યારબાદ મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીનું ગઠન થયું હતું.

૧૯૭૭માં થયેલી સામાન્ય ચૂંટણીમાં લોકોએ બદલો લેતા કોંગ્રસનો કારમો પરાજય થયો હતો. ઇન્દિરા ગાંધી પોતે પણ પોતાના મતવિસ્તાર રાયબરેલીથી ચૂંટણી હાર્યા હતા અને આં ચૂંટણીમાં કોંગ્રસના ફાળે માત્ર ૧૫૩ સીટો આવી હતી.

મોરારજી દેસાઈ બન્યા દેશના પ્રધાનમંત્રી

જો કે ત્યારબાદ ૨૩ માર્ચ, ૧૯૭૭ના રોજ મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન બન્યા હતા અને આ સાથે જ આ દેશમાં આઝાદી બાદ બનેલી પ્રથમ ગેર કોંગ્રેસી સરકાર હતી.