Not Set/ હરિયાણા: ધુમ્મસના લીધે થયેલા અકસ્માતમાં ૭ લોકોના મૃત્યુ, ૪ ઘાયલ

શનિવારે નેશનલ હાઈવે પર ધુમ્મસના લીધે થયેલા અકસ્માતમાં ૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મરનાર લોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. હરિયાણામાં અંબાલા-દિલ્લી હાઈ-વે પર બલદેવ નગર નજીક આ દુર્ઘટના બની છે. અકસ્માત ધુમ્મસના લીધે થયો છે તેવું લાગી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રસ્તા પએ ઉભેલી ૨ કારને એક અજ્ઞાત વાહને ટક્કર મારી […]

Top Stories India Trending

શનિવારે નેશનલ હાઈવે પર ધુમ્મસના લીધે થયેલા અકસ્માતમાં ૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મરનાર લોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.

હરિયાણામાં અંબાલા-દિલ્લી હાઈ-વે પર બલદેવ નગર નજીક આ દુર્ઘટના બની છે. અકસ્માત ધુમ્મસના લીધે થયો છે તેવું લાગી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રસ્તા પએ ઉભેલી ૨ કારને એક અજ્ઞાત વાહને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના કુચ્ચા ઉડી ગયા હતા. કારમાં બેઠેલા લોકોની ચીસને સાંભળીને આજુબાજુ લોકો ભેગા થઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોચીને ઘાયલ થયેલા  લોકોને હોસ્પિટલ પહોચાડ્યા હતા જ્યાં સાત લોકોને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતકો અને ઘાયલ લોકો સંબંધી હતા તેઓ ચંડીગઢથી વૃંદાવન જઈ રહ્યા હતા.

પોલીસે અજ્ઞાત વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ લખીને તપાસ શરુ કરી દીધી છે.