Not Set/ પાસપોર્ટ વિવાદમાં આવ્યો નવો વળાંક, આરોપી અધિકારીએ કહ્યું, “હિંદુ-મુસ્લિમ દંપતીએ મને આપી હતી ધમકી”

લખનઉ, ઉત્તરપ્રદેશન લખનઉમાં એક મુસ્લિમ-હિંદુ દંપતીને પાસપોર્ટ રિન્યુઅલ મામલે પાસપોર્ટ ઓફિસમાં એક ઓફિસરે તેઓને ધર્મના નામ પર અપમાનિત કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ ઓફિસર દ્વારા આ દંપતીની અરજી ફગાવવામાં આવી અને તેને હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મામલો વધુ ગરમાતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની દખલ બાદ આ દંપતીને પાસપોર્ટ આપવામાં આવ્યો […]

Top Stories India
પાસપોર્ટ વિવાદમાં આવ્યો નવો વળાંક, આરોપી અધિકારીએ કહ્યું, "હિંદુ-મુસ્લિમ દંપતીએ મને આપી હતી ધમકી"

લખનઉ,

ઉત્તરપ્રદેશન લખનઉમાં એક મુસ્લિમ-હિંદુ દંપતીને પાસપોર્ટ રિન્યુઅલ મામલે પાસપોર્ટ ઓફિસમાં એક ઓફિસરે તેઓને ધર્મના નામ પર અપમાનિત કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ ઓફિસર દ્વારા આ દંપતીની અરજી ફગાવવામાં આવી અને તેને હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મામલો વધુ ગરમાતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની દખલ બાદ આ દંપતીને પાસપોર્ટ આપવામાં આવ્યો છે અને આ પાસપોર્ટ અધિકારીની બદલી કરવામાં આવી છે.

આ વચ્ચે પાસપોર્ટ વિભાગના અધિકારી વિકાસ મિશ્રાને પોતાના પર લાગેલા આરોપોને ફગાવતા કહ્યું, “જે પણ થઇ રહ્યું છે તે ખોટું છે. અમે ધર્મ સાથે કોઈ મતલબ નથી, અમારા દ્વારા પાસપોર્ટ મેન્યુઅલ પ્રમાણે જ નિર્ણય લેવામાં આવે છે, જેમાં ઉમેદવાર દ્વારા આપવામાં આવેલી જાણકારીને કોલમ વાઈસ પૃષ્ટિ કરવામાં આવતી હોય છે”.

આ નિર્ણય પ્રમાણે જ અરજી કરનારને પોતાનું નામ સ્પષ્ટ કરવું જરૂરી હતું કારણ કે તેઓનું નામ જુનું હતું.

આ હિંદુ-મુસ્લિમ દંપતીએ મને આપી હતી ધમકી : અધિકારી

દંપતી સાથે ધર્મને લઇ કરાયેલી ગેરવર્તણૂકના આરોપો અંગે અધિકારીએ જણાવ્યું, “હું આ દંપતી પર ગુસ્સે થયો ન હતી પરંતુ તેઓ જ ઓફિસમાં ગુસ્સે થયા હતા. સાથે સાથે તેઓએ અમને ધમકી પણ આપી હતી કે, તેઓ સક્ષમ લોકો છે, અમે પોલીસમાં પણ રિપોર્ટ નોધાવીશું. અમે નોઈડામાં રહીએ છીએ, પરંતુ જયારે અમે લખનઉનું સરનામું પોતાના રિપોર્ટમાં લખાવી લઈશું ત્યારબાદ તમને ગંભીર પરિણામ ભોગવવું પડશે.

દંપતી બીજા સરનામાં પર લેવા માંગતા હતા પાસપોર્ટ

આરોપી અધિકારીએ વધુમાં જણાવ્યું, “અરજી કરનાર નિવેદક નોઇડાની રહેવાસી હતી, જેથી તેઓએ ગાઝિયાબાદમાં એપ્લાઇ કરવું જરૂરી હતું. પરંતુ આ તથ્યને છુપાવવામાં આવ્યું અને લખનઉની જાણકારી આપીને પાસપોર્ટ માટે આવેદન આપ્યું હતું જે ખોટું છે. તેઓએ ખોટી જાણકારી આપી હતી”.

જો કે આરોપી અધિકારીએ એ ફોર્મ બતાવવા અંગે ઇનકાર કર્યો છે જેમાં આ દંપતીએ ખોટી જાણકારી આપી હતી. આ મામલે અધિકારીએ કહ્યું, “તમે અમારા પાસપોર્ટની વેબસાઈટ પર મુકવામાં આવેલા ફોર્મને જોયા બાદ તમે જોઈ શકો છો કે, ત્યાં એક કોલમ છે કે “તમે ક્યારેય પણ પોતાના નામમાં ફેરફાર કર્યા છે”.  તેઓએ આ કોલમમાં હા કહેતા જુનું નામ આપવાનું હતું.

પોતાનું નામ શામેલ કરવા ન માગતી હતી આ મહિલા

આ મહિલાના નામના સવાલ પર આ અધિકારીએ જણાવ્યું, “નામ પૂછવા પર આ દંપતીએ પોતાનું નિકાહનો પત્ર બતાવ્યો. જેમાં સાદિયા હસન નામ હતી પરંતુ તે નામને તેઓ પોતાના આવેદનમાં શામેલ કરવા માંગતા ન હતા. ત્યારબાદ હું એ આ નામને પોતાના આવેદનમાં ચઢાવવા માટે કહ્યું ત્યારે તેઓએ ઇનકાર કર્યો હતો.

શું હતો આ મામલો ?

મોહમ્મદ અનસ સિદ્દીકી અને તેઓની પત્ની તન્વી શેઠે ૨૦૦૭માં લગ્ન કર્યા હતા અને તેઓએ લખનઉમાં પાસપોર્ટ માટે આવેદન કર્યું હતું.

હકીકતમાં તન્વી અને અનસ નામની હિંદુ-મુસ્લિમ દંપતીને પાસપોર્ટ રિન્યુઅલ મામલે પાસપોર્ટ ઓફિસમાં એક ઓફિસરે તેઓને ધર્મના નામ પર અપમાનિત કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ ઓફિસર દ્વારા આ દંપતીની અરજી ફગાવવામાં આવી અને તેને હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મામલે દંપતી દ્વારા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને હાકલ કરવામાં આવી હતી અને દંપતીને પાસપોર્ટ આપવામાં આવ્યો છે અને આ પાસપોર્ટ અધિકારીની બદલી કરવામાં આવી છે