અમરાવતી
આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી વર્ષ ૧૯૪૭માં આઝાદ થયો હતો. ત્યારબાદ ભારતે ટેકનોલોજી, અંતરિક્ષ, મેડિકલ, એન્જિનીયરીંગ જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે. આજે આપણે અંતરિક્ષના ક્ષેત્રમાં ચંદ્ર બાદ મંગળ ગ્રહ પર પણ પહોચી ચુક્યા છે પરંતુ આઝાદીના ૭૦ વર્ષના લાંબા સમયગાળા બાદ પણ કોઈ ગામમાં વીજળી પહોંચી છે તે જાણીને તમે પણ નવાઈ પરમાડી શકો છો પરંતુ આ એક સત્ય છે.
આપના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના અમરાવતીમાં એક ગામ છે જ્યાં આઝાદીના ૭૦ વર્ષ વીતી ગયા બાદ વીજળી પહોચી છે. અમરાવતીના બુલુમગવાન નામના ગામમાં અંતે વીજળી પહોંચી છે. આ ગામમાં પ્રધાનમંત્રીની ઘર ઘર વીજળીની ”સૌભાગ્ય” યોજનાના ભાગરૂપે વીજળી પહોચી છે.
A remote tribal village in Amravati's Bulumgavhan in #Maharashtra got electrified after 70 years of independence.
Read @ANI Story | https://t.co/96iOxjuX0T pic.twitter.com/7kwnWR0xzD
— ANI Digital (@ani_digital) April 15, 2018
એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, પ્રધાનમંત્રીની ઘર ઘર વીજળી યોજના અંતર્ગત આ ગામના ૧૦૫ ઘરોમાં પ્રથમ વાર કોઈ પ્રકાશનું કિરણ પહોચ્યું છે અને ૭૦ વર્ષના અંધારપટમાંથી છુટકારો મેળવ્યો છે.
બીજી બાજુ અમરાવતીના બુલુમગવાન ગામમાં વીજળી પહોંચવા પર લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગામમાં પહેલીવાર કોઈ પ્રકાશનું કિરણ પહોચવાની ખુશી પર ગામના એક વ્યક્તિએ જણાવ્યું, “ અમારા માટે આ સમય ખૂબ કઠિન હતો જયારે આ ગામમાં વીજળી પહોંચી ન હતી. અમારા બાળકો રાત થયા બાદ અભ્યાસ કરી શકતા ન હતા પરંતુ હવે વીજળી પહોંચ્યા બાદ અમે ખૂબ ખુશ છીએ”.
મહત્વનું છે કે, ૨૦૧૪માં દિલ્લીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાં આ યોજનાનો પણ સમાવેશ થાય છે. પીએમ મોદીએ દેશના દરેક ઘરમાં વીજળી પહોચાડવાના હેતુથી ગામમાં પ્રધાનમંત્રીની ઘર ઘર વીજળીની ”સૌભાગ્ય” યોજનાની શરૂઆત કરી હતી. ત્યારે હવે સરકારની આ ગ્રામીણ વિકાસ યોજનાથી આ કાર્યોમાં મહત્વનો ફાળો ભજવી રહ્યા છે. આ ઉપરાંત સરકારની આ પહેલથી ગામના લોકો પણ ખૂબ ઉત્સાહમાં જણાઈ રહ્યા છે.
