Not Set/ તમામ વિપક્ષી પાર્ટીઓ ભેગી ગયા બાદ પણ ૨૦૧૯ની ચુંટણીમાં ભાજપને મળશે આટલી સીટો, સામે આવ્યો સર્વે, જુઓ

બેંગલુરુ, કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ બુધવારે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના નેતા એચ ડી કુમારસ્વામીએ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ શુક્રવારે તેઓએ વિધાનસભામાં સરકારના ગઠન માટે બહુમતી પણ હાંસલ કરી છે. પરંતુ બુધવારે એક બાજુ કુમારસ્વામી CM પદના શપથ લીધા હતા જયારે બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓનું શક્તિ પ્રદર્શન પણ […]

India Trending
narendra modi pti4 L તમામ વિપક્ષી પાર્ટીઓ ભેગી ગયા બાદ પણ ૨૦૧૯ની ચુંટણીમાં ભાજપને મળશે આટલી સીટો, સામે આવ્યો સર્વે, જુઓ

બેંગલુરુ,

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ બુધવારે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના નેતા એચ ડી કુમારસ્વામીએ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ શુક્રવારે તેઓએ વિધાનસભામાં સરકારના ગઠન માટે બહુમતી પણ હાંસલ કરી છે.

પરંતુ બુધવારે એક બાજુ કુમારસ્વામી CM પદના શપથ લીધા હતા જયારે બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું.

કુમારસ્વામીના શપથવિધિમાં સમારોહમાં કોંગ્રેસ પાર્ટીના ચેરપર્સન સોનિયા ગાંધી, અધ્યક્ષ રાહુલ ગાંધી, માયાવતી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, શરદ પવાર તેમજ લેફ્ટના નેતાઓ સહિતના અનેક આગેવાનો એક મંચ પર નજર આવ્યા હતા. આ સાથે જ માનવામાં આવી રહ્યું છે કે, આગામી વર્ષે યોજાનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું બ્યુગલ પણ ફુંકાઈ ચુક્યું છે.

જો કે કર્ણાટકમાં જોવા મળેલા શક્તિ પ્રદર્શન બાદ સામે આવેલા સર્વેમાં વર્તમાન મોદી સરકારને આગામી લોકસભાની ચુંટણીમાં ૨૨૬ બેઠકો મળી રહી છે.

ઉત્તરપ્રદેશમાં ભાજપને થઇ શકે છે સૌથી વધુ નુકશાન

અંગ્રેજી અખબાર દ્વારા રિપોર્ટમાં જાહેર કરાયેલા દાવા મુજબ, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૫૮ બેઠકોનું નુકશાન થઇ શકે છે અને ૨૨૬ બેઠકો મળી શકે છે. આ ૫૮ બેઠકોમાં ૪૬ બેઠક માત્ર ઉત્તરપ્રદેશની છે જયારે ૧૨ બેઠકો અન્ય રાજ્યોની છે.

બીજી બાજુ દેશભરના ૧૩ રાજ્યોના ૧૫ દળો ભેગા મળીને ૪૨૯ લોકસભા સીટો પર મોદી-શાહની સામે પેચ લડાવી શકે છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીનો કિલ્લો ફતેહ કરવા માટે હવે વડાપ્રધાન મોદી અને અમિત શાહની જોડીએ હવે ચક્રવ્યૂહને ભેદવા માટે  હવે કઈક અલગ રણનીતિ બનાવવી પડી શકે છે.

આ પહેલા યોજાયેલી પેટા ચુંટણીના આંકડાઓ ભાજપ માટે રહ્યા છે ચિંતાજનક

કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારસુધી યોજાયેલી લોકસભાની પેટા-ચુંટણીના આંકડા ચિંતાજનક રહ્યા છે. કારણ કે, જો આંકડાઓ અને ચુંટણીના ગણિતોના સમીકરણોના આધારે ચૂંટણી જીતાતી હોત તો ગોરખપુર અને ફુલપુરની પેટાચૂંટણીમાં ભાજપ જીતી ગયું હોત, પરંતુ આ ચુંટણીમાં BJPનો કરુણ રકાસ થયો હતો.

આ ઉપરાંત 2014 બાદ રતલામ, ગુરદાસપુર, અજમેર અને અલવરની બેઠક પર યોજાયેલી 4 પેટાચૂંટણીઓમાં પણ ભાજપની હાર થઇ હતી.

બીજી બાજુ ૨૦૧૯ની ચુંટણી પહેલા દેશભરમાં રાજ્યોમાં એન્ટી મોદી પાર્ટીઓ એક બીજા સાથે ગઠબંધન કરીને પણ ભાજપનો વિજય રથ રોકી શકે છે.