Not Set/ ડોક્લામ વિવાદ બાદ આજે ભારત-ચીનના NSA ની દિલ્લીમાં બેઠક

સીમા તટીય રાજ્ય સિક્કીમના ડોક્લામ મુદ્દે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ બુધવારે પહેલીવાર બંને રાષ્ટ્રોના રાષ્ટ્રીય સલાહકાર (NSA) ની દિલ્લીમાં બેઠક યોજાવાની છે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠક ભારતના NSA અજીત ડોભાલ અને ચીનના યાંગ જીચી વચ્ચે યોજાશે. ત્યારે બંને દેશોના ડોક્લામ વિવાદ અંગે પણ ચર્ચા થઇ શકે છે.ઉલ્લેખનીય છે કે, […]

India
china india relations trade 2017 ડોક્લામ વિવાદ બાદ આજે ભારત-ચીનના NSA ની દિલ્લીમાં બેઠક

સીમા તટીય રાજ્ય સિક્કીમના ડોક્લામ મુદ્દે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ બુધવારે પહેલીવાર બંને રાષ્ટ્રોના રાષ્ટ્રીય સલાહકાર (NSA) ની દિલ્લીમાં બેઠક યોજાવાની છે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠક ભારતના NSA અજીત ડોભાલ અને ચીનના યાંગ જીચી વચ્ચે યોજાશે. ત્યારે બંને દેશોના ડોક્લામ વિવાદ અંગે પણ ચર્ચા થઇ શકે છે.ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે વાતચીતનો આ ૨૦ મો રાઉન્ડ છે. આ પહેલા ડોક્લામ મુદ્દે અજીત દોભાલે ૨૭ જુલાઈના રોજ ચીનના સ્ટેટ કાઉન્સીલર યાંગ જીએચી સાથે બેઠક કરી હતી.

images 6 ડોક્લામ વિવાદ બાદ આજે ભારત-ચીનના NSA ની દિલ્લીમાં બેઠક

મહત્વનું છે કે, આ વર્ષના જુનથી ઓગષ્ટ મહિનાના અંતિમ સપ્તાહ સુધી ભારત અને ચીનના સીમાતટીય વિસ્તાર ડોક્લામમાં બંને દેશની સેના વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતુ અને પરીસ્થિતિ વધુ તનાવપૂર્ણ બની હતી.