Not Set/ રાહુલ ગાંધી સામે અધ્યક્ષપદની ચુંટણી લડવા માંગે છે કોંગ્રેસનો આ યુવા નેતા, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણી બાદ રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સોપવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. અધ્યક્ષ પદ માટે એક પ્રસ્તાવ પણ પારિત કરી દેવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ભડકો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના એક યુવા નેતાએ રાહુલ ગાંધી સામે પાર્ટીના અધ્યક્ષ પદની ચુંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના સચિવ […]

India
628609 shehzad poonawalla rahul gandhi twitter pti રાહુલ ગાંધી સામે અધ્યક્ષપદની ચુંટણી લડવા માંગે છે કોંગ્રેસનો આ યુવા નેતા, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણી બાદ રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સોપવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. અધ્યક્ષ પદ માટે એક પ્રસ્તાવ પણ પારિત કરી દેવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ભડકો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના એક યુવા નેતાએ રાહુલ ગાંધી સામે પાર્ટીના અધ્યક્ષ પદની ચુંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના સચિવ શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસના અધ્યક્ષ પદની ચુંટણી સામે સવાલ કરતા જણાવ્યું કે, તટસ્થ ચુંટણી થાય તો તેઓ પણ ચુંટણી લડવા માટે તૈયાર છે. પૂનાવાલાએ એક ટ્વીટ દ્વારા વંશવાદ પર ટીપ્પણી કરતા જણાવ્યું, કોઈ એક જ પરિવારમાંથી એક જ વ્યક્તિને અધ્યક્ષનું પદ મળવું જોઈએ.