Not Set/ અગસ્તા વેસ્ટલેન્ડ કેસ : મળી મોટી સફળતા, વચેટિયાનું થઇ શકે છે પ્રત્યાર્પણ

અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડની તપાસ કરી રહેલ એજન્સીઓને મોટી સફળતા મળી છે. 3600 કરોડ રુપિયાની ડીલના કથિત વચેટીયા અને બ્રિટિશ નાગરીક ક્રિશ્ચિયન મિશેલ ના પ્રત્યાર્પણનો રસ્તો સાફ થઈ ગયો છે. દુબઈની એક કોર્ટે ક્રિશ્ચિયન મિશેલ ને ભારત મોકલી આપવાના આદેશ આપ્યા છે. જાકે, મિશેલના પ્રત્યાર્પણ પર દુબઈના મિનિસ્ટરની અંતિમ મોહર લાગવાની બાકી છે. વીવીઆઈપી હેલિકોપ્ટરમાં […]

Top Stories India
Agusta Westland 2481774b અગસ્તા વેસ્ટલેન્ડ કેસ : મળી મોટી સફળતા, વચેટિયાનું થઇ શકે છે પ્રત્યાર્પણ

અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડની તપાસ કરી રહેલ એજન્સીઓને મોટી સફળતા મળી છે. 3600 કરોડ રુપિયાની ડીલના કથિત વચેટીયા અને બ્રિટિશ નાગરીક ક્રિશ્ચિયન મિશેલ ના પ્રત્યાર્પણનો રસ્તો સાફ થઈ ગયો છે. દુબઈની એક કોર્ટે ક્રિશ્ચિયન મિશેલ ને ભારત મોકલી આપવાના આદેશ આપ્યા છે.

AgustaWestland helicopter12 e1537344739792 અગસ્તા વેસ્ટલેન્ડ કેસ : મળી મોટી સફળતા, વચેટિયાનું થઇ શકે છે પ્રત્યાર્પણ

જાકે, મિશેલના પ્રત્યાર્પણ પર દુબઈના મિનિસ્ટરની અંતિમ મોહર લાગવાની બાકી છે. વીવીઆઈપી હેલિકોપ્ટરમાં મિશેલની સંડોવણી સામે આવતા તે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યો છે. ભારતીય વાયુસેનાએ 2010માં ઈટાલીની કંપની અગસ્તા વેસ્ટલેન્ડ સાથે 12 વીવીઆઈપી હેલિકોપ્ટરની ડીલ કરી હતી. 3600 કરોડની ડીલમાં ગોટાળો કરવામાં આવ્યો હતો. યુપીએના શાસન દરમિયાન થયેલ કૌભાંડ દરમિયાન વાયુસેનાના પ્રમુખ એસપી ત્યાગી હતા.

maxresdefault 14 e1537344772948 અગસ્તા વેસ્ટલેન્ડ કેસ : મળી મોટી સફળતા, વચેટિયાનું થઇ શકે છે પ્રત્યાર્પણ

2016માં મિશેલના વકીલ ડોસ અનજાસે કહ્યુ હતું કે,  ક્રિશ્ચિયન મિશેલ ભારત આવવા તૈયાર છે. મિશેલ ભારતમાં તપાસ અધિકારીઓનો સામનો કરવા તૈયાર છે. પરંતુ મિશેલને આશ્વાસન મળવુ જાઈએ કે તેની ધરપકડ કરવામાં નહીં આવે. મહત્વનુ છે કે, હેલિકોપ્ટર કૌભાંડમાં 350 કરોડ રુપિયાની લાંચ આપવામાં આવી હતી. સમગ્ર ગોટાળાનો ખુલાસો 2012માં થયો હતો. 2013માં સંરક્ષણ મંત્રી એકે એન્ટનીએ ગોટાળાની વાતને સ્વીકારી વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલને રદ્દ કરી હતી.