Not Set/ 2019ની ચુંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે એનએસએ અજીત ડોભાલના પુત્ર શૌર્ય

ઉત્તરાખંડના ગઢવાલની પહાડીઓમાં આજકાલ આકર્ષિત કરે એવું એક પોસ્ટર જોવા મળી રહ્યું છે. આ પોસ્ટર છે બેમિસાલ ગઢવાલ અભિયાનનું. છેલ્લા કેટલાક મહિનાઓથી આ પોસ્ટર ગઢવાલમાં ઘણી જગ્યાઓ પર નજરે ચડે છે. દરેક પોસ્ટરમાં એક તસ્વીર છપાયેલી છે. આ તસ્વીર છે શૌર્ય ડોભાલની. શૌર્ય દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને સરકારના ખુબ નજીકના અજીત ડોભાલના પુત્ર છે. […]

Top Stories India
p1d3 2019ની ચુંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે એનએસએ અજીત ડોભાલના પુત્ર શૌર્ય

ઉત્તરાખંડના ગઢવાલની પહાડીઓમાં આજકાલ આકર્ષિત કરે એવું એક પોસ્ટર જોવા મળી રહ્યું છે. આ પોસ્ટર છે બેમિસાલ ગઢવાલ અભિયાનનું. છેલ્લા કેટલાક મહિનાઓથી આ પોસ્ટર ગઢવાલમાં ઘણી જગ્યાઓ પર નજરે ચડે છે. દરેક પોસ્ટરમાં એક તસ્વીર છપાયેલી છે. આ તસ્વીર છે શૌર્ય ડોભાલની. શૌર્ય દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને સરકારના ખુબ નજીકના અજીત ડોભાલના પુત્ર છે. દરેક પોસ્ટર પર બે નંબર આપવામાં આવ્યા છે. આ નંબર દ્વારા લોકોને અભિયાન સાથે જોડવાની કોશિશ કરવામાં આવી છે. એક ફોન નંબર પર મિસ્ડ કોલ આપીને આ અભિયાનને સમર્થન આપી શકાય છે. જયારે બીજા નંબર પર કોલ કરીને શૌર્ય ડોભાલ અને એમના અભિયાન વિશે જાણકારી મેળવી શકાય છે. બીજા નંબર પર કોલ કરતા ઓપરેટર કહે છે કે જે પણ ગઢવાલ ને સારું બનાવાવનું વિચારે છે, એ આ અભિયાનમાં જોડાઈ શકે છે. આ અભિયાન શૌર્ય ડોભાલની એક કોશિશ છે.

Narendra Modi with Ajit Doval 2019ની ચુંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે એનએસએ અજીત ડોભાલના પુત્ર શૌર્ય

આ જાણકારીઓ ગઢવાલી ભાષામાં પણ ઉપલબ્ધ છે. રાજનીતિક રીતે મહત્વના દહેરાદુન અને પૌડી જીલ્લામાં પણ આવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર સાથે મહત્વના મુદ્દાઓ પર કામ કરનારી ઇન્ડિયા ફાઉન્ડેશનના શૌર્ય ડાયરેક્ટર છે. શૌર્ય ગઢવાલ ક્ષેત્રમાં નવેમ્બર 2017થી સતત પ્રવાસ કરી રહ્યા છે. માનવામાં આવે છે કે તેઓ 2019 લોકસભા ચુંટણી માટે માહોલ તૈયાર કરવા ઈચ્છે છે. આશા રાખવામાં આવે છે કે તેઓ પૌડી ગઢવાલ સીટ પરથી ચુંટણી લડશે. શૌર્ય ડોભાલે જણાવ્યું કે ઉત્તરાખંડને બદલવા માટે બુલંદ ઉત્તરાખંડ એક કોશિશ છે. અને બેમિસાલ ગઢવાલ અભિયાન એક વ્યક્તિ દ્વારા ચલાવાતું વિશેષ અભિયાન છે. શૌર્યનું ગામ ઘીડી, પૌડી ગઢવાલ વિસ્તારમાં આવેલું છે. ગયા વર્ષે ડીસેમ્બરમાં શૌર્ય ઉત્તરાખંડ ભાજપની રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા હતા. એમને પૂછવામાં આવ્યું કે તેઓએ આ અભિયાન શું કામ ચાલુ કર્યું છે. તો એમણે કહ્યું કે જો આનો કોઈ રાજનીતિક અર્થ નીકળે છે તો કોઈ વાંધો નથી, પરંતુ કોઈ રાજનીતિક અર્થ નથી નીકળતો, તો પણ અભિયાન મહત્વપૂર્ણ છે.

Doval Meeting k27G 2019ની ચુંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે એનએસએ અજીત ડોભાલના પુત્ર શૌર્ય

શૌર્ય ડોભાલે કહ્યું કે હું નથી જાણતો કે હું ચુંટણી લડીશ કે નહિ. આ મારા હાથમાં નથી. પરંતુ હું માનું છુ કે કોઈ જગ્યાના સમાજને બદલવાની શરૂઆત કરવા માટે રાજનીતિ એક મહત્વનું માધ્યમ છે. બુલંદ ઉત્તરાખંડ અને બેમિસાલ ગઢવાલ આ નેરેટીવને બદલવાની એક કોશિશ છે. આ પુરા ઘટનાક્રમ પર રાજ્ય ભાજપ નેતૃત્વએ ચુપ્પી સાધેલી છે. ઉત્તરાખંડ ભાજપના અધ્યક્ષ અજય ભટ્ટ કહે છે કે બેમિસાલ ગઢવાલ અભિયાનને ભાજપ સાથે કોઈ લેવા-દેવા નથી. આ અભિયાનમાં અમારી પ્રત્યક્ષ ભાગીદારી નથી. શૌર્ય ડોભાલ પાસે વૈશ્વિક અનુભવ છે. અને તેઓ ઉત્તરાખંડ સાથે જોડાયેલા મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં અમારી મદદ કરી શકે છે. આ અભિયાનના રાજનીતિક ફાયદા પર આ સમયે પ્રતિક્રિયા આપવી જલ્દબાજી કહેવાશે.