Not Set/ મોદી સરકારના શાસનમાં ડિઝલ અને પેટ્રોલના ભાવે બધા રેકોર્ડ તોડયા

દિલ્હી, દિલ્હીમાં ડિઝલ અને પેટ્રોલના ભાવે મોદી સરકારના શાસનમાં બધા રેકોર્ડ તોડયા છે. દિલ્હીમાં ડિઝલનો ભાવ પ્રતિ લિટર ૬૧.૭૪ રૂપિયા પહોંચી ગયો છે. જ્યારે પેટ્રોલનો ભાવ ૭૧.૧૮ રૂપિયા છે. ઓગસ્ટ, ૨૦૧૪ બાદ આ ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે. ભાવ વધવાને પગલે સામાન્ય નાગરીક માટે હવે ઇંધણ ખરીદવું બહુ મોંઘુ થઇ ગયું છે. પેટ્રોલની સાથે […]

India
31TH PETROL મોદી સરકારના શાસનમાં ડિઝલ અને પેટ્રોલના ભાવે બધા રેકોર્ડ તોડયા

દિલ્હી,

દિલ્હીમાં ડિઝલ અને પેટ્રોલના ભાવે મોદી સરકારના શાસનમાં બધા રેકોર્ડ તોડયા છે. દિલ્હીમાં ડિઝલનો ભાવ પ્રતિ લિટર ૬૧.૭૪ રૂપિયા પહોંચી ગયો છે. જ્યારે પેટ્રોલનો ભાવ ૭૧.૧૮ રૂપિયા છે. ઓગસ્ટ, ૨૦૧૪ બાદ આ ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે.

ભાવ વધવાને પગલે સામાન્ય નાગરીક માટે હવે ઇંધણ ખરીદવું બહુ મોંઘુ થઇ ગયું છે. પેટ્રોલની સાથે ડિઝલના ભાવ પણ વધતા  ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી શકે છે. તેથી તેની સીધી અસર દૈનિક વસ્તુઓના ભાવ પર પણ થશે અને મોંઘવારી વધશે.

ડિઝલના ભાવ વધારાની અસર ખેડૂતો પર પણ વ્યાપક પ્રમાણમાં પડી રહી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારાની પદ્ધતીમાં ફેરફાર કર્યા ત્યારથી ભાવ વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ૧૨મી ડિસેમ્બર, ૨૦૧૭થી ભાવ વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં  ૧૨મી ડિસેમ્બરે પેટ્રોલનો ભાવ ૫૮.૩૪ રૂપિયા હતો, જેમાં ત્રણ રુપિયાનો વધારો થયો છે.

અન્ય શહેરોની વાત કરીએ તો મુબઇમાં હાલ ડિઝલનો ભાવ ૬૫.૭૪ રૂપિયાએ પહોંચી ગયો છે કે જ્યાં દિલ્હી કરતા લોકલ સેલ્સ ટેક્સ અને વેટ વધુ છે. જ્યારે અમદાવાદમાં ડિઝલ ૬૬.૪૨ રૂપિયાએ પહોંચી ગયુ જ્યારે પેટ્રોલનો ભાવ ૭૦.૭૭ રૂપિયા છે. બે દિવસ પહેલા જ ડિઝલ ૬૫.૫૪ રૂપિયા હતું. વધી રહેલા ભાવ વધારાને કારણે કેન્દ્ર સરકાર પર એક્સાઇઝ ડયુટી ઘટાડવા માટે દબાણ વધી રહ્યું છે.