ઇઝરાયલ-હમાસ યુદ્ધ/ પીએમ મોદીએ કર્યો ઇજિપ્તના રાષ્ટ્રપતિને ફોન; જાણો યુદ્ધ પર શું પડશે અસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ સીસી સાથે ફોન પર વાત કરી

India
ડુંગળી 1 પીએમ મોદીએ કર્યો ઇજિપ્તના રાષ્ટ્રપતિને ફોન; જાણો યુદ્ધ પર શું પડશે અસર

નવી દિલ્હી: ભારત માનવતાના ધોરણે ‘ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ’ પરના ઠરાવ પર સંયુક્ત રાષ્ટ્રના મતદાનમાં ગેરહાજર રહ્યું, પરંતુ બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ સીસી સાથે ફોન પર વાત કરી.

ઇજિપ્તની સરકારના નિવેદન અનુસાર, બંને નેતાઓએ ગાઝામાં ઇઝરાયલના સૈન્ય ઓપરેશન અને તેને લગતી તાજેતરની ઘટનાઓ અંગે ચર્ચા કરી.

બંને નેતાઓએ ગાઝામાં માનવીય સંકટ અંગે પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર વાતચીતની માહિતી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “રાષ્ટ્રપતિ અલ સીસી સાથે પશ્ચિમ એશિયામાં બગડતી સુરક્ષા અને માનવતાવાદી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. અમે આતંકવાદ હિંસા અને નાગરિકોના જીવ ગુમાવવાની ચર્ચા કરી.”

“અમે શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના અને માનવતાવાદી સહાયની સુવિધા માટે સંમત થયા છીએ.”

સંતુલન કરવાનો પ્રયાસ 

હમાસે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો, જેમાં 1400થી વધુ લોકો માર્યા ગયા હતા. હમાસને ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે ઈઝરાયેલ ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલે પણ ગ્રાઉન્ડ કેમ્પેઈન શરૂ કરી દીધું છે. ગાઝામાં અત્યાર સુધીમાં આઠ હજારથી વધુ લોકો માર્યા ગયા છે.

બંને નેતાઓએ વર્તમાન સંઘર્ષની ગંભીરતા અને પ્રદેશ પર તેની અસર અંગે પણ ચર્ચા કરી હતી.

ભારત શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં મતદાનથી દૂર રહ્યું હતું. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષમાં ભારત પોતાની વિદેશ નીતિમાં સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે.

હુમલા બાદ તરત જ ભારતે કહ્યું હતું કે તે સંપૂર્ણપણે ‘ઈઝરાયલની સાથે છે’. ભારતે એમ પણ કહ્યું છે કે તે ‘સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની રચનાને આ સંકટના ઉકેલ તરીકે જુએ છે.’

સુરક્ષા પરિષદમાં મતદાનથી દૂર રહ્યા બાદ પીએમ મોદીની ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથેની ફોન કોલને પણ સંતુલન બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

દિલ્હીની જામિયા યુનિવર્સિટીના પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત પ્રોફેસર સુજાતા ઐશ્વર્યા કહે છે, “ભારત યુદ્ધવિરામ પર મતદાન કરવાથી દૂર રહ્યું હોવા છતાં ભારત પર પેલેસ્ટિનિયન મુદ્દા પર તેના પરંપરાગત વલણને વળગી રહેવાનું દબાણ છે. “ભારત ઇઝરાયલની સાથે ઉભું હોવા છતાં તે પેલેસ્ટિનિયનોનું સમર્થન કરતું જોવા મળી રહ્યુ છે.”

શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અલ-સીસી સાથેની વાતચીતની યુદ્ધની સ્થિતિ પર કોઈ અસર થઈ શકે છે? આ સવાલ પર પ્રોફેસર સુજાતા કહે છે, “ભારતના વડાપ્રધાને સીસી સાથે વાત કરી છે, તેની કોઈ ખાસ અસર નહીં થાય. આ માત્ર વાતચીત છે, તેને એક રીતે ઔપચારિકતા કહી શકાય.

ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો)ના મોટાભાગના દેશોએ યુદ્ધવિરામને સમર્થન આપ્યું છે. જોકે, વિશ્લેષકો માને છે કે આ દેશ યુદ્ધવિરામ લાગુ કરવાની સ્થિતિમાં નથી.

પ્રોફેસર સુજાતા કહે છે, “આરબ દેશો માનવાધિકાર યુદ્ધવિરામ લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ઇઝરાયેલને પશ્ચિમી દેશો તરફથી મળી રહેલા ખુલ્લા સમર્થનની સામે તેમનો અવાજ બિનઅસરકારક છે. ગ્લોબલ સાઉથ હજુ પણ નબળું છે અને યુદ્ધવિરામ લાગુ કરવા માટે પૂરતો પ્રભાવ ધરાવતો નથી.

ગાઝા જવાનો એકમાત્ર રસ્તો ઇજિપ્ત

ઇજિપ્ત ઇઝરાયેલનો પાડોશી છે. તે ગાઝા સાથે તેની સરહદ પણ વહેંચે છે. રફાહ ચેકપોઇન્ટ ઇજિપ્તના સિનાઇ ક્ષેત્ર અને ગાઝા વચ્ચેનો એકમાત્ર રસ્તો છે જે સંપૂર્ણપણે ઇઝરાયેલના નિયંત્રણ હેઠળ નથી.

રફાહ ક્રોસિંગ સિવાય ગાઝા તરફ જતા તમામ માર્ગો પર ઈઝરાયેલનું કડક નિયંત્રણ છે. જોકે, રફાહ પર પણ ઈઝરાયેલનું નિયંત્રણ છે અને ઈઝરાયેલની મંજૂરી બાદ જ માલસામાન ગાઝા જઈ શકશે. છેલ્લા કેટલાક દિવસોમાં ઈઝરાયેલે ખૂબ જ મર્યાદિત માત્રામાં રાહત સામગ્રી ગાઝામાં પ્રવેશવાની મંજૂરી આપી છે.

ભારતે પણ મદદ મોકલી છે પરંતુ ગાઝા પહોંચવા માટે ઈઝરાયેલની મંજૂરી ફરજિયાત છે.

આ પણ વાંચો-  SBI ની યોજનાઓ વિશે જણાવશે MS ધોની… દેશની સૌથી મોટી બેંકએ બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર

આ પણ વાંચો- શ્રીનગરમાં આતંકી હુમલો, પોલીસ અધિકારી શહીદ