Not Set/ #AmritsarTrainAccident : ન્યાય કે અન્યાય.. ? રેલ્વે દુર્ઘટના માટે જવાબદાર ડ્રાઈવરને માત્ર ૧૨ કલાકમાં મળી કલીનચીટ

અમૃતસર, પંજાબના અમૃતસરમાં શુક્રવાર સાંજે બનેલી એક દર્દનાક ટ્રેન ઘટનાને લઈ માતમની લાગણી જોવા મળી રહી છે. માત્ર ૧૦ થી ૧૫ સેકન્ડમાં જ ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ધસી આવી રહેલી એક ટ્રેન રાવણ દહન જોઈ રહેલા લોકોને કચડતી જઈ રહી હતી. આ દર્દનાક ઘટનામાં અત્યારસુધીમાં ૬૦ થી વધુ લોકોના મોત નીપજ્યા છે, ત્યારે ૭૦થી […]

Top Stories India Trending
CVU85FgY #AmritsarTrainAccident : ન્યાય કે અન્યાય.. ? રેલ્વે દુર્ઘટના માટે જવાબદાર ડ્રાઈવરને માત્ર ૧૨ કલાકમાં મળી કલીનચીટ

અમૃતસર,

પંજાબના અમૃતસરમાં શુક્રવાર સાંજે બનેલી એક દર્દનાક ટ્રેન ઘટનાને લઈ માતમની લાગણી જોવા મળી રહી છે. માત્ર ૧૦ થી ૧૫ સેકન્ડમાં જ ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ધસી આવી રહેલી એક ટ્રેન રાવણ દહન જોઈ રહેલા લોકોને કચડતી જઈ રહી હતી. આ દર્દનાક ઘટનામાં અત્યારસુધીમાં ૬૦ થી વધુ લોકોના મોત નીપજ્યા છે, ત્યારે ૭૦થી વધુ લોકો ઘાયલ બતાવવમાં આવી રહ્યા છે.

૧૨ કલાકમાં મળી ક્લીનચીટ

આ વચ્ચે અમૃતસર ટ્રેન દુર્ઘટનાને લઈ સ્થાનિક પ્રશાસન અને રેલ્વે તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પરંતુ આ ઘટનાને લઇ વળાંક ત્યારે આવ્યો જયારે રેલ્વે તંત્ર દ્વારા જવાબદાર ડ્રાઈવરને માત્ર ૧૨ કલાકમાં જ ક્લીનચીટ આપવામાં આવી છે.

ડ્રાઈવરને જે પગલા ઉઠાવવાના હતા તે તેઓએ કર્યા છે : DRM

ફિરોજપુરના DRM (ડિવિઝનલ રેલ્વે મેનેજર) વિવેક કુમારે સ્પષ્ટ જણાવ્યું હતું કે, “લોકો પાઈલોટને આ સ્થિતિમાં જે પગલા ઉઠાવવાના હતા તે તેઓએ કર્યા છે”.

ટ્રેનના ડ્રાઈવરનો બચાવ કરતા તેઓએ કહ્યું, “જે જગ્યાએ દુર્ઘટના થઇ છે ત્યાં વળાંક હતો, પરંતુ ટ્રેનના એન્જિનની લાઈટ સીધી જ જઈ રહી હતી. જયારે ટ્રેનના ડ્રાઈવરને લોકોની ભીડ જોવા મળી ત્યારે તેઓએ ટ્રેનની સ્પીડ ધીમી કરી દીધી હતી.

ઘટના બાદ ટ્રેનની ઝડપ ૭ થી ૮ કિમીની કરવામાં આવી 

DRMએ વધુમાં ઉમેર્યું હતું કે, “આ ઘટના બાદ ટ્રેનની સ્પીડ ઘટાડીને ૭ થી ૮ કિમીની કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગાર્ડે ટ્રેનના ડ્રાઈવરને કહ્યું હતું કે, આ જગ્યાએ ટ્રેનને રોકવી યાત્રીઓની સુરક્ષા માટે ખતરારૂપ હતું, જેથી ટ્રેનને અમૃતસર લઈ જવામાં આવી હતી.

જો કે બીજી બાજુ ઘટનાસ્થળે ઉપસ્થિત એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ટ્રેનની સ્પીડ ખુબ વધુ હતી, જયારે ભીડભાડની સ્થિતિને જોતા ડ્રાઈવર દ્વારા ટ્રેનની ઝડપ ધીમી કરવી જરૂરી હતી.