Not Set/ સીરિયાની રાજધાની દમિશ્કમાં વિદ્રોહીઓ પર હુમલો, બોમ્બ ધડાકામાં 98 લોકોના મોત

સીરિયામાં જોરદાર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે જેમાં 98 લોકોના મોત થયા છે. સીરિયાની રાજધાની દમાસ્કસમાં સોમવારના રોજ વિદ્રોહીઓના અડ્ડાઓ પર હવાઈ હુમલો બોમ્બ ધડાકાઓ, ગોળીબારમાં ઘણું નુકશાન થયું છે. દમાસ્કસમાં થયેલા હુમલામાં 98 લોકોની મોત થઈ છે, જેમાં 20 જેટલા બાળકો અને 15 જેટલી મહિલાઓ પણ સામેલ છે. બ્રિટેન આધારિત સિરીયન ઓબ્ઝેવેટરી ફોર હ્યુમન […]

World
1107316 590781712 સીરિયાની રાજધાની દમિશ્કમાં વિદ્રોહીઓ પર હુમલો, બોમ્બ ધડાકામાં 98 લોકોના મોત

સીરિયામાં જોરદાર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે જેમાં 98 લોકોના મોત થયા છે. સીરિયાની રાજધાની દમાસ્કસમાં સોમવારના રોજ વિદ્રોહીઓના અડ્ડાઓ પર હવાઈ હુમલો બોમ્બ ધડાકાઓ, ગોળીબારમાં ઘણું નુકશાન થયું છે.

દમાસ્કસમાં થયેલા હુમલામાં 98 લોકોની મોત થઈ છે, જેમાં 20 જેટલા બાળકો અને 15 જેટલી મહિલાઓ પણ સામેલ છે. બ્રિટેન આધારિત સિરીયન ઓબ્ઝેવેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા મુજબ પૂર્વ ઘોટા વિસ્તારની અત્યાર સુંધીની સૌથી ખતરનાક ઘાતક દિવસ હતો.

activists 98 dead in assault on rebel held damascus suburb સીરિયાની રાજધાની દમિશ્કમાં વિદ્રોહીઓ પર હુમલો, બોમ્બ ધડાકામાં 98 લોકોના મોત

સંયુક્ત રાષ્ટ્રે સીરિયાને ચેતવણી આપી હતી કે, વિદ્રોહીઓના કબજો ધરાવતી ઘૌટા વિસ્તારમાં તરત જ બંધ કરી દેવો જોઈએ. તેમણું કહેવું છે કે આ પહેલા પણ આ વિસ્તારમાં ઘણા લોકોના મોત થઈ ચુક્યા છે. બ્રિટેન આધારિત સિરીયન ઓબ્ઝેવેટરી ફોર હ્યુમન રાઈટ્સના કહ્યું કે દમાસ્કસમાં સરકાર દ્વારા વિદ્રોહી પર હવાઈ હુમલો કરવામાં આવ્યો એ ખુબજ ભયંકર મંજર હતો.

ઘૌટા વિસ્તારમાં ઘણા સમયથી વિદ્રોહીઓનો કબજો છે. જેના લીધે આ વિસ્તારમાં ઘણીવાર હુમલાઓ પણ કરવામાં આવ્યા છે.