Not Set/ NDAમાં મુશ્કેલી:ચન્દ્રબાબુ નાયડુ બોલ્યા.. જરૂરત નથી તો નમસ્તે કરી દઈશું, બીજેપીથી ફાડશે છેડો

ગુરુવારે નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં એક સમાન કર (જીએસટી) બાદ પહેલું અને ૨૦૧૯ ના લોકસભા ચુંટણી પહેલા મોદી સરકારનું અંતિમ બજેટ રજુ કર્યું હતું. કેટલાક રાજનેતિક દળો આ બજેટથી નાખુશ છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન, ચન્દ્રબાબુ નાયડુને ઉપેક્ષા અને અપેક્ષિત ફંડ નહિ મળતાં નારાજ થયા છે. તેલુગુ દેશમ પાર્ટી ( ટીડીપી)એ સહયોગી ભાજપની વિરુદ્ધ મોર્ચો […]

Top Stories
239182 modi chandrababu NDAમાં મુશ્કેલી:ચન્દ્રબાબુ નાયડુ બોલ્યા.. જરૂરત નથી તો નમસ્તે કરી દઈશું, બીજેપીથી ફાડશે છેડો

ગુરુવારે નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં એક સમાન કર (જીએસટી) બાદ પહેલું અને ૨૦૧૯ ના લોકસભા ચુંટણી પહેલા મોદી સરકારનું અંતિમ બજેટ રજુ કર્યું હતું. કેટલાક રાજનેતિક દળો આ બજેટથી નાખુશ છે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન, ચન્દ્રબાબુ નાયડુને ઉપેક્ષા અને અપેક્ષિત ફંડ નહિ મળતાં નારાજ થયા છે. તેલુગુ દેશમ પાર્ટી ( ટીડીપી)એ સહયોગી ભાજપની વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે.

ચન્દ્રબાબુએ શુક્રવારે પાર્ટીની તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં નક્કી થશે કે કેન્દ્ર અને રાજ્યમાં એનડીએની સાથે ગઠબંધન ચાલુ રાખવું કે પછી તોડી દેવામાં આવે પહેલા જ ચન્દ્રબાબુ નાયડુએ સંકેત આપી ચુક્યા છે અને તેઓ એનડીએ સાથે છેડો ફાડી દેશે.

એક અંગ્રેજી અખબાર મુબજ ચન્દ્રબાબુએ તેમના નેતાઓને અને સાંસદોને કહ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારના ભાષણ કે કોઈ પણ પ્રકારની વાતચીત ના કરે. તેમણે કહ્યું કે ગઠબંધનના ધર્મને અનુસરીએ છીએ. જો બીજેપીને અમે નથી જોઈતા તો તેમણે નમસ્તે કરી લઈશું.