Not Set/ મોબાઈલ એપથી કરી શકાશે પાસપોર્ટ માટે આવેદન, સરકાર દ્વારા આ દસ્તાવેજોમાં પણ અપાઈ રાહત

નવી દિલ્હી, દેશના એક સમાન્ય વ્યક્તિને પોતાનો પાસપોર્ટ બનાવવા માટે અનેક તકલીફફોનો સામનો કરવો પડી રહ્યો હતો. પાસપોર્ટ મેળવવા માટે નાગરિકોને ઘણા પોતાના ડોકયુમેન્ટ તેમજ વિભાગની કેટલીક પ્રક્રિયાઓ માંથી પસાર થવું પડતું હતું. જો કે આ મામલે મોદી સરકાર મોટી રાહત આપવા જઈ રહી છે. મોદી સરકાર દ્વારા ડીજીટલ ઇન્ડિયાની મહત્વકાંક્ષી યોજના હેઠળ માત્ર એક […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશના એક સમાન્ય વ્યક્તિને પોતાનો પાસપોર્ટ બનાવવા માટે અનેક તકલીફફોનો સામનો કરવો પડી રહ્યો હતો. પાસપોર્ટ મેળવવા માટે નાગરિકોને ઘણા પોતાના ડોકયુમેન્ટ તેમજ વિભાગની કેટલીક પ્રક્રિયાઓ માંથી પસાર થવું પડતું હતું. જો કે આ મામલે મોદી સરકાર મોટી રાહત આપવા જઈ રહી છે.

મોદી સરકાર દ્વારા ડીજીટલ ઇન્ડિયાની મહત્વકાંક્ષી યોજના હેઠળ માત્ર એક મોબાઈલ એપ દ્વારા દેશના કોઈ પણ ખૂણામાંથી પાસપોર્ટના આવેદન કરવા માટે સુવિધા આપવાની ઘોષણા કરી છે. આ એપ પાસપોર્ટ માટે જરૂરી પોલીસ વેરિફિકેશન કરવામાં પણ મદદરૂપ બનશે.

વિદેશ મંત્રાલય દ્વારા મંગળવારે કરાયેલી ઘોષણા મુજબ આ એપણ મદદથી પાસપોર્ટ અંગેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ પાસપોર્ટ પોતાના ઘરે પહોંચી જશે.

હવે મેરેજ સર્ટિફિકેટ આપવાની જરૂરત રહેશે નહિ

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ અંગે જાણકારી આપતા કહ્યું, “પાસપોર્ટ બનાવવામાં આવતી તકલીફોને ખત્મ કરવાની ઘોષણા કરી હતી. સાથે સાથે તેઓએ જણાવ્યું, હવે પાસપોર્ટ બનાવવા માટે મેરેજ સર્ટિફિકેટ આપવાની જરૂરત રહેશે નહિ”.

તેઓએ વધુમાં જાણાવ્યું, “પાસપોર્ટ બનાવવા માટેના કેટલાક જુના નિયમોને ખત્મ કરવામાં આવ્યા છે તેમજ હાલના નિયમોમાં સહેલાઇતા આપવામાં આવી છે.

બર્થડેટની મુશ્કેલીઓ પણ કરાઈ આસાન

વિદેશ મંત્રીએ કહ્યું, “પાસપોર્ટના આવેદન માટે સૌથી વધુ તકલીફ બર્થડેટને લઈને આવતી હતી. આ માટે જન્મનું પ્રમાણપત્ર માંગવામાં આવતું હતું, પરંતુ હવે બર્થડેટ માટે ૭ – ૮ એવા પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી ઉમેદવારને મુશ્કેલીમાંથી છુટકારો મળી શકશે.

બર્થડેટ માટે આ દસ્તાવેજ રહેશે માન્ય

પાસપોર્ટના આવેદનમાં બર્થડેટ માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા તો સરકાર માન્ય દસ્તાવેજ પર લખેલી બર્થડેટને માન્ય ગણવામાં આવશે.

સાધુ-સન્યાસીઓ, છુટાછેડા લીધેલી મહિલાઓ માટે પણ નિયમો બનશે આસાન

સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, અનાથ આશ્રમના બાળકો માટે જે તે સંસ્થાના વડા જે બર્થડેટ આપશે તેને માન્ય રખાશે. સાધુ-સન્યાસીઓના મામલે તેઓના માતા-પિતાની જગ્યાએ ગુરુઓનું નામ માન્ય રખાશે. આ ઉપરાંત છુટાછેડા લીધેલી મહિલાઓને તેમના પૂર્વ પતિઓના નામ પણ હવે પાસપોર્ટના આવેદન પર પૂછવામાં આવશે નહિ.

આ રીતે ડાઉનલોડ કરી શકાશે એપ

વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ માટે બનાવવામાં આવેલી એપને ગુગલ પ્લેસ્ટોરમાં જઈને યુઝર ડાઉનલોડ કરી શકે છે. આ એપ દ્વારા તને પાસપોર્ટ સાથે જોડાયેલા બીજા કામો પણ નિપટાવી શકો છો.