Not Set/ IASની પરીક્ષામાં પૂછાયો રેપ અંગે પ્રશ્ન, ઝાંસીના વિધ્યાથીએ આપ્યો આ જવાબ

દિલ્લી, યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC) દ્વારા દેશભરમાં લેવામાં સિવિલ સર્વિસની એક્ઝામ (IAS)ને સૌથી અધરી પરીક્ષા ગણવામાં આવતી હોય છે. UPSCની સિવિલ સર્વિસની પરીક્ષામાં પ્રી અને ફાઈનલ એક્ઝામ પાસ કરવાની હોય છે ત્યારબાદ તેનો અંતિમ પડાવ ઈન્ટરવ્યુ હોય છે. આ ઈન્ટરવ્યુના આધાર પર જ ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે. પરંતુ આ ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં […]

India
arif upsc2 1525068568 IASની પરીક્ષામાં પૂછાયો રેપ અંગે પ્રશ્ન, ઝાંસીના વિધ્યાથીએ આપ્યો આ જવાબ

દિલ્લી,

યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC) દ્વારા દેશભરમાં લેવામાં સિવિલ સર્વિસની એક્ઝામ (IAS)ને સૌથી અધરી પરીક્ષા ગણવામાં આવતી હોય છે. UPSCની સિવિલ સર્વિસની પરીક્ષામાં પ્રી અને ફાઈનલ એક્ઝામ પાસ કરવાની હોય છે ત્યારબાદ તેનો અંતિમ પડાવ ઈન્ટરવ્યુ હોય છે.

આ ઈન્ટરવ્યુના આધાર પર જ ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે. પરંતુ આ ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવતાં પ્રશ્નો પણ એટલા હાર્ડ હોતા હોય છે અને તેનું પણ ખુબ મહત્વ હોય છે.

UPSC IASની પરીક્ષામાં પૂછાયો રેપ અંગે પ્રશ્ન, ઝાંસીના વિધ્યાથીએ આપ્યો આ જવાબ

ત્યારે હવે હાલમાં જ IAS માટે પૂછવામાં આવેલા એક પ્રશ્નને લઇ ચર્ચાઓ જોવા મળી રહી છે. ઝાંસીના રહેનારા આરિફ ખાનને પૂછવામાં આવ્યું હતું કે, “રેપની ઘટનાઓને રોકવા માટે શું આરોપીને ફાંસીની સજા આપવી યોગ્ય છે ?”

એક બાજુ જ્યાં આ સવાલનો જવાબ દેશના દરેક લોકો જાણે છે પરંતુ આરિફે આ પ્રશ્નનો આ પ્રમાણે જવાબ આપ્યો હતો.

arif upsc1 1525068565 IASની પરીક્ષામાં પૂછાયો રેપ અંગે પ્રશ્ન, ઝાંસીના વિધ્યાથીએ આપ્યો આ જવાબ

તેઓએ સવાલનો જવાબ આપતા કહ્યું, “ ફાંસી આપવી રેપનું સમાધાન નથી. કારણ કે ક્યારેય એવું બનતું હોય છે કે પુરાવાઓ નષ્ટ કરવા માટે આ કેસોમાં આરોપી પીડિતાની હત્યા કરી શકે છે”.

તેઓએ આગળ કહ્યું, “અમારી કોશિશ હોવી જોઈએ કે સમાજમાં સુધારો આવે, કારણ કે રેપના આરોપીઓ પણ કોઈ સમાજમાંથી આવતા હોય છે”.

મહત્વનું છે કે, ઝાંસીના રહેનારા આરિફ ખાને UPSCની પરીક્ષામાં ૮૫૦મો રેન્ક હાંસલ કર્યો હતો અને હાલમાં તેઓ નાગપુરમાં જીએસટી ઓફિસર છે.

આરિફનો આ પરીક્ષા પાસ કરવા માટેનો ચોથો પ્રયાસ હતો ને ત્યારબાદ તેઓએ UPSCના IAS માટેના ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નો શેયર કર્યા હતાં જેમાં આ એક સવાલ રેપ પર આધારિત હતો.