Not Set/ ઓટો ડ્રાઈવરને રીક્ષામાંથી ૮૦,૦૦૦ રૂપિયા ભરેલી બેગ મળી, પછી તેણે એવું કર્યું કે તમે વાંચશો તો ચોંકી જશો

મુંબઈ હાલ જમાનો એવો આવી ગયો છે કે ઈમાનદાર માણસો દીવો લઈને ગોતવા જઈએ તો પણ ન મળે. મુંબઈના એક ઓટો રીક્ષાના ડ્રાઈવરે  તેના પેસેન્જરનું રીક્ષામાં રહી ગયેલું અને જેમાં ૮૦,૦૦૦ રોકડ હતી તે પરત આપીને એક ઉમદા ઈમાનદાર વ્યક્તિનું ઉદાહરણ પડ્યું છે. કેટલાક દિવસ પહેલા તેમની રીક્ષામાં એક મહિલા નોટોથી ભરેલી બેગ ભૂલી ગઈ […]

India
AutoRickshaw ઓટો ડ્રાઈવરને રીક્ષામાંથી ૮૦,૦૦૦ રૂપિયા ભરેલી બેગ મળી, પછી તેણે એવું કર્યું કે તમે વાંચશો તો ચોંકી જશો

મુંબઈ

હાલ જમાનો એવો આવી ગયો છે કે ઈમાનદાર માણસો દીવો લઈને ગોતવા જઈએ તો પણ ન મળે. મુંબઈના એક ઓટો રીક્ષાના ડ્રાઈવરે  તેના પેસેન્જરનું રીક્ષામાં રહી ગયેલું અને જેમાં ૮૦,૦૦૦ રોકડ હતી તે પરત આપીને એક ઉમદા ઈમાનદાર વ્યક્તિનું ઉદાહરણ પડ્યું છે. કેટલાક દિવસ પહેલા તેમની રીક્ષામાં એક મહિલા નોટોથી ભરેલી બેગ ભૂલી ગઈ હતી.ત્યારબાદ બેગના માલિકને શોધીને તેની બેગ પરત સોંપી દીધી હતી.

મુંબઈ શહેરમાં રીક્ષા ચલાવનાર અમિત ગુપ્તા જો ઇરછત તો ૮૦,૦૦૦ રૂપિયા ભરેલી બેગ તેમની સાથે રાખીને પોતાનું દેવું ચૂકવી શકત પણ આમ કરતા તેમની ઈમાનદારી વચ્ચે આવી ગઈ.આ બેગ ચેમ્બુરમાં અરુણોદય ઈંગ્લીશ સ્કુલ ચલાવનારા સરલા નાબુદીરીનું હતું. ૨૧ ડીસેમ્બર,૨૦૧૭ના રોજ સરલા અમિતની રીક્ષામાં પોતાનું બેગ ભૂલી ગયા હતા.

રીક્ષામાં બેગ ભૂલી ગયાની ખબર પડતા સરલા ખુબ ચિંતામાં આવી ગઈ હતી આ બેગમાં રોકડ ૮૦,૦૦૦ રૂપિયાની સાથે-સાથે ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાન કાર્ડ, કારના કાગળિયાં, બે મોબાઈલ ફોન, ઘર અને લોકરની ચાવી હતી. બેગની માલિક સરલાએ જણાવ્યું કે મને સમજણ નહતી પડતી કે હું શું કરું ! હું સ્કુલ ગઈ અને ત્યાં પટ્ટાવાળાને કહ્યું કે એ રીક્ષાના ડ્રાઈવરને શોધે. એક પટ્ટાવાળાને ખબર પડી કે એનું નામ અમિત ગુપ્તા છે અને તે દરમ્યાન જ અમિત બેગ પાછી આપવા માટે સ્કુલ આવી પહોચ્યો.

અમિતની આ ઈમાનદારી જોઇને સરલા ખુબ જ ખુશ થઇ અને તેનો આભાર વ્યક્ત કરવા માંગતી હતી. અમિત ગુપ્તાની આર્થિક પરિસ્થિતિ ખુબ નબળી છે તે જોઇને સરલાએ તેના બે બાળકોને મફતમાં શિક્ષણ આપવાની જવાબદારી લીધી અને ઇનામના સ્વરૂપમાં ૧૦,૦૦૦ રૂપિયા રોકડા આપ્યા.

દુનિયામાં હજુ પણ ઘણા અમિત ગુપ્તા જેવા ઈમાનદાર લોકો છે.

નોંધ : આ તસ્વીર પ્રતીકાત્મક છે