Not Set/ બિહારમાં આરજેડી નેતાની ગોળી મારીને હત્યા-સ્થાનિક ગ્રામીણોએ ઘટનાનો કર્યો વિરોધ

બિહારના સમસ્તીપુર જિલ્લામાં આરજેડી નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. શુક્રવારે સવારે આરોપીઓએ આરજેડી નેતા હરેરામ યાદવને ટાર્ગેટ કર્યા હતા. પોલીસના જણાવેલ માહિતી પ્રમાણે, અહિલવાર પંચાયતની મુખિયા મમતા દેવીના સસરા અને આરજેડી નેતા હરેરામ યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, સવારે હરેરામ મોર્નિંગ વોક કરવા નીકળ્યા ત્યારે આ ઘટના […]

Uncategorized
vlcsnap 2017 12 22 11h43m13s460 બિહારમાં આરજેડી નેતાની ગોળી મારીને હત્યા-સ્થાનિક ગ્રામીણોએ ઘટનાનો કર્યો વિરોધ

બિહારના સમસ્તીપુર જિલ્લામાં આરજેડી નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. શુક્રવારે સવારે આરોપીઓએ આરજેડી નેતા હરેરામ યાદવને ટાર્ગેટ કર્યા હતા.

પોલીસના જણાવેલ માહિતી પ્રમાણે, અહિલવાર પંચાયતની મુખિયા મમતા દેવીના સસરા અને આરજેડી નેતા હરેરામ યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, સવારે હરેરામ મોર્નિંગ વોક કરવા નીકળ્યા ત્યારે આ ઘટના બની હતી. આરોપીઓએ હરેરામને પાંચ ગોળી મારી હતી. તેથી હરેરામનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આરોપીઓ ગોળી મારીને ભાગી ગયા હતા. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હરેરામની હત્યા પછી સ્થાનિક ગ્રામીણોએ ઘટનાનો ખૂબ વિરોધ કર્યો છે