Not Set/ નર્મદામાં વધારાનું પાણી છોડવાના રૂપાણી સરકારના આગ્રહ અંગે BJP શાસિત એમપી સરકારે પાડી સ્પષ્ટ ના

મધ્યપ્રદેશ, હાલ રાજ્યમાં પાણીની વિકટ તંગી જોવા મળી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ તાજેતરમાં સુકી ભઠ્ઠ બની ગઈ છે ત્યારે આ જળસંકટને પહોચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની મધ્યપ્રદેશ સરકારને નર્મદાને બચાવવા માટે પોતાના ભાગનું વધારાનું પાણી છોડવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ રાજ્ય સરકારના આગ્રહ બાદ ભાજપ શાસિત […]

Top Stories
gjjjj નર્મદામાં વધારાનું પાણી છોડવાના રૂપાણી સરકારના આગ્રહ અંગે BJP શાસિત એમપી સરકારે પાડી સ્પષ્ટ ના

મધ્યપ્રદેશ,

હાલ રાજ્યમાં પાણીની વિકટ તંગી જોવા મળી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ તાજેતરમાં સુકી ભઠ્ઠ બની ગઈ છે ત્યારે આ જળસંકટને પહોચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની મધ્યપ્રદેશ સરકારને નર્મદાને બચાવવા માટે પોતાના ભાગનું વધારાનું પાણી છોડવા માટે આગ્રહ કર્યો હતો.

પરંતુ રાજ્ય સરકારના આગ્રહ બાદ ભાજપ શાસિત મધ્યપ્રદેશે પાણીના અભાવે તરસ્યા ગુજરાત અને સુકી ભઠ્ઠ બની રહેલી નર્મદાને વધારાનું પાણી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

મધ્યપ્રદેશ સરકારનું કહેવું છે કે, હાલ રાજ્યમાં પણ દુકાળની સ્તિથી હોવાના કારણે તાજેતરમાં વધારાનું પાણી છોડી શકાય તેમ નથી.

નર્મદા વેલી ડેવલોપમેન્ટ ઓથોરિટીના સુત્રો દ્વારા જણાવ્યા મુજબ, “આ વર્ષે એમપી સરકાર ગુજરાતને ૫૫૦૦ MCM પાણી આપવા માટે સહમતી દર્શાવી હતી પરંતુ જાન્યુઆરી મહિનામાં જ સરકાર દ્વારા ૫૦૦૦ MCM પાણી પહેલેથી આપવામાં આવી ચુકી છે ત્યારે ગુજરાત દ્વારા વધુ ૮૦૦ MCM પાણી આપવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે પરંતુ હાલ રાજ્યમાં પાણીની સ્તિથી જોતા રાજ્ય વધુ પાણી છોડી શકાય એમ નથી”.

માનવામાં આવી રહ્યું છે કે, ચાલુ વર્ષે યોજાનારી રાજ્યની વિધાનસભાની ચુંટણીમાં તેઓ આ પાણીનો ઉપયોગ કરીને લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.વળી બીજી બાજુ, ગુજરાત અને મધ્યપ્રદેશની ભાજપા શાસિત રાજ્યોની સરકાર વચ્ચે સ્પષ્ટપણે ભેદભાવ જોવા મળી રહ્યો છે ત્યારે એમપી સરકારનો આ નિર્ણય ગુજરાત માટે એક ઝટકા સમાન હોઈ શકે છે.

આ પહેલા ગુજરાત સરકાર દ્વારા નર્મદા નદી પર આધારિત આસાપાસના પર્યાવરણને બચાવવા, દહેજ ખાતે આવેલી ઇન્ડસ્ટ્રીની જરુરિયાત માટે તેમજ નર્મદાના કાંઠે વસતા અને નદી પર નભતા લાખો લોકોના જીવનનિર્વાહ માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી કે, નર્મદાના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે, જેથી હાલ ૬૦૦ ક્યુસેક પાણી ધરાવતા સરદાર સરોવર ડેમની સપાટીને ૧૫૦૦ ક્યુસેક સુધી લઈ જઈ શકાય. પાછલા બે વર્ષથી ઉનાળામાં ડેમમાંથી ખૂબ જ થોડી માત્રામાં પાણી છોડવામાં આવતું હોવાથી ભરુચ ખાતે નર્મદા નદી સાવ મૃતપ્રાયઃ સ્થિતિમાં પહોંચી છે.

ગત જાન્યુઆરીમાં રાજ્યના નર્મદા વિભાગના એડિ. ચીફ સેક્રેટરી એમ.એસ. ડાગુરે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પત્ર લખીને નદીમાં વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવે એવી અરજી કરી હતી. ત્યાર બાદ ગત મહિનામાં પણ બીજી વાર કેન્દ્ર સરકારને આ અંગે અરજી કરી હતી. જોકે હજુ સુધી આ મામલે કોઈ જ જવાબ આવ્યો નથી.

જાન્યુઆરી ૨૦૦૬માં નર્મદા કંટ્રોલ ઓથોરિટી NCA ના એન્વાયર્નમેન્ટ સબ ગ્રુપે નક્કી કર્યું હતું કે ઓછામાં ઓછું ૬૦૦ ક્યુસેક પાણી નર્મદાના નીચાણવાળા ૧૫૭ કિમી લાંબા ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવશે જેથી નદી અને તેની કુદરતી જીવંતતાને જાળવી શકાય.

જોકે ગુજરાત સરકારનું કહેવું છે કે નદીને જીવંત રાખવી હોય તો ૬૦૦ ક્યુસેક પાણી પૂરતું નથી..નર્મદા ડેમમાં ઘટેલાં પાણીથી ઊભું થયેલું જળસંકટ નિવારવા ૧૭ વર્ષમાં પહેલી વાર સરદાર સરોવરની ઇરિગેશન બાયપાસ ટનલ (આઇબીપીટી)નો ઉપયોગ કરવામાં આવશે. ગુજરાત સરકારે નર્મદા ડેમના ડેડ સ્ટોરેજનું પાણી ઉપયોગમાં લેવા નર્મદા કન્ટ્રૉલ ઑથોરિટીને રજૂઆત કરી હતી, જેને પગલે ઑથોરિટીએ ૩૧ જુલાઈ સુધી ડેડ સ્ટોરેજનાં પાણીનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી.