Not Set/ કાવેરી વિવાદ : કેન્દ્ર સરકાર દ્વારા કર્ણાટક ચૂંટણીનો હવાલો આપતા SCએ લગાવી ફટકાર, તમિલનાડુને વધુ પાણી છોડવા આપ્યો આદેશ

દિલ્લી, કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ચાલી રહેલા કાવેરીના પાણીના વિવાદને લઇ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારનો પક્ષ રાખતા એટોર્ની જનરલ કે કે વેણુગોપાલ જણાવ્યું, કાવેરી વિવાદનો ડ્રાફ્ટ કેબિનેટમાં રજુ કરવામાં આવ્યો છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ કર્ણાટક ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે તેઓ આ પ્રસ્તાવને જોઈ શક્યા નથી”. […]

India
657928 supreme court કાવેરી વિવાદ : કેન્દ્ર સરકાર દ્વારા કર્ણાટક ચૂંટણીનો હવાલો આપતા SCએ લગાવી ફટકાર, તમિલનાડુને વધુ પાણી છોડવા આપ્યો આદેશ

દિલ્લી,

કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ચાલી રહેલા કાવેરીના પાણીના વિવાદને લઇ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારનો પક્ષ રાખતા એટોર્ની જનરલ કે કે વેણુગોપાલ જણાવ્યું, કાવેરી વિવાદનો ડ્રાફ્ટ કેબિનેટમાં રજુ કરવામાં આવ્યો છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ કર્ણાટક ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે તેઓ આ પ્રસ્તાવને જોઈ શક્યા નથી”.

એટોર્ની જનરલ કે કે વેણુગોપાલ દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ કાવેરી વિવાદને ટાળી દેવામાં આવ્યો છે, પરંતુ કોર્ટ દ્વારા ફટકાર લગાવતા કેન્દ્ર સરકારને તમિલનાડુને વધુ પાણી છોડવા માટે આદેશ આપ્યો છે.

મહત્વનું છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને હાલ તેઓ એક પછી એક રેલીઓ યોજવાના છે.

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબ પર સુપ્રીમ કોર્ટ દ્વારા નારાજગી દર્શાવતા જણાવ્યું, “કર્ણાટક ચૂંટણી સાથે અમારે કોઈ લેવા દેવા નથી કે ના અમારી ચિંતા નથી. કર્ણાટક સરકારને તાત્કાલિક તમિલનાડુ રાજ્યને પાણી છોડવું પડશે”.

સુપ્રીમ કોર્ટ દ્વારા કર્ણાટક સરકારને ૪ ટીએમસી પાણી તાત્કાલિક તમિલનાડુ રાજ્યને છોડવા માટે આદેશ આપવામાં આઅવે છે. સાથે સાથે કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો છે કે, આ મામલામાં જલ્દી એફિડેવિટ રજુ કરવામાં આવે. આ ઉપરાંત આ વિવાદની આગામી સુનાવણી આગામી ૮ મેના રોજ કરવામાં આવશે.

મહત્વનું છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને કાવેરી નદીના પાણીની વહેચણી માટે એક મેનેજમેન્ટ બોર્ડનું ગઠન કરવા માટે આદેશ આપ્યો હતો. તેમજ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કાવેરી નદી પર કોઈ પણ રાજ્યનો માલિકીનો હક નથી.