Not Set/ CBSE પેપરલીક : ક્રાઈમ બ્રાંચ દ્વારા હિમાચલ પ્રદેશથી એક ટીચર સહિત અન્ય ત્રણ આરોપીઓની કરાઈ ધરપકડ

શિમલા, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા યોજવામાં આવેલી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં સામે આવેલા પેપર લીકના મુદ્દે દિલ્લી ક્રાઈમ બ્રાંચની ટીમને વધુ એક સફળતા મળી છે. પેપર લીકના મુદ્દે મુખ્ય આરોપીની ધરપકડ કર્યા બાદ શનિવારે ક્રાઈમ બ્રાંચ દ્વારા હિમાચલ પ્રદેશથી વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા હિમાચલ પ્રદેશથી હેન્ડ રિટેન […]

Top Stories
dsggggdg CBSE પેપરલીક : ક્રાઈમ બ્રાંચ દ્વારા હિમાચલ પ્રદેશથી એક ટીચર સહિત અન્ય ત્રણ આરોપીઓની કરાઈ ધરપકડ

શિમલા,

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા યોજવામાં આવેલી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં સામે આવેલા પેપર લીકના મુદ્દે દિલ્લી ક્રાઈમ બ્રાંચની ટીમને વધુ એક સફળતા મળી છે. પેપર લીકના મુદ્દે મુખ્ય આરોપીની ધરપકડ કર્યા બાદ શનિવારે ક્રાઈમ બ્રાંચ દ્વારા હિમાચલ પ્રદેશથી વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાંચ દ્વારા હિમાચલ પ્રદેશથી હેન્ડ રિટેન ફોર્મમાં લીક થયેલા ધો. ૧૨ના અર્થશાસ્ત્રના પેપરના મામલામાં એક ટીચર ઉપરાંત એક ક્લાર્ક અને એક સપોર્ટ સ્ટાફના વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે.

મહત્વનું છે કે, ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ગત રવિવારે રાજધાની દિલ્લીમાંથી ત્રણ વધુ લોકોની ધરપકડ કરાઈ હતી, જે પેપર લીક કરવાના મુખ્ય આરોપીઓ છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓ અંગે જણાવ્યું હતું કે, “ધરપકડ કરવામાં આવેલા ત્રણ મુખ્ય આરોપીઓમાંથી બે દિલ્લીની જ એક સ્કુલના ટીચર છે જયારે અન્ય એક આરોપી કોચિંગ ક્લાસ ચલાવે છે. ધરપકડ બાદ આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, પરીક્ષાના દિવસે એક કલાક પહેલા જ ધો. ૧૨નું અર્થશાસ્ત્રનું પેપર લીક કર્યું હતું.

આરોપીઓએ એ પણ કબુલ કર્યું હતું કે, “પેપર બે રીતથી લીક કરવામાં આવ્યું હતું. પરીક્ષાના એક દિવસ પહેલા હાથ દ્વારા લખવામાં આવેલું પેપર લીક થયું હતું જયારે પરીક્ષાના માત્ર ૧ કલાક પહેલા પ્રિન્ટેડ ફોર્મ પર પેપર લીક કરવામાં આવ્યું હતું”.

ઉલ્લેખનીય છે કે,  ધો. ૧૦ના ગણિત વિષયની પરીક્ષા બુધવારે આયોજિત કરવામાં આવી હતી પરંતુ પેપર લીક થવાની રિપોર્ટ સામે આવ્યા બાદ તે રદ્દ કરવામાં આવી હતી જયારે આ પહેલા ૨૬ માર્ચના રોજ યોજાયેલી અર્થશાસ્ત્રના વિષય પહેલા લેવામાં આવેલી એકાઉન્ટનું પેપર લીક થવાની માહિતી સામે આવી હતી પરંતુ ત્યારબાદ CBSE દ્વારા એક ઓપચારિક નોટિફિકેશન જાહેર કરીને આ પેપર લીક થવાની માહિતી ખોટી છે. જો કે ત્યારબાદ બોર્ડ દ્વારા પેપર લીકના મામલા અંગે FIR કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.