Not Set/ CBSE પેપર લીક મામલો : દિલ્લી પોલીસે ૧૦ સ્થળોએ પાડ્યા દરોડા, દસથી પંદર હજારમાં વેચતા હતા પેપર

દિલ્લી, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના ગણિત અને અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર લીક થવાની ઘટના બાદ CBSE બોર્ડ સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે હવે પેપરલીક થવાના મામલે આરોપીઓને ઝડપી પાડવા માટે દિલ્લી પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમે કમર કસી છે. ક્રાઈમ બ્રાન્ચે ૧૦ સ્થાનો પર કરી છાપેમારી પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઇમ બ્રાંચ દ્વારા પેપરલીક […]

Top Stories
dsggggdg CBSE પેપર લીક મામલો : દિલ્લી પોલીસે ૧૦ સ્થળોએ પાડ્યા દરોડા, દસથી પંદર હજારમાં વેચતા હતા પેપર

દિલ્લી,

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના ગણિત અને અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર લીક થવાની ઘટના બાદ CBSE બોર્ડ સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે હવે પેપરલીક થવાના મામલે આરોપીઓને ઝડપી પાડવા માટે દિલ્લી પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમે કમર કસી છે.

ક્રાઈમ બ્રાન્ચે ૧૦ સ્થાનો પર કરી છાપેમારી

પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઇમ બ્રાંચ દ્વારા પેપરલીક થવાના થોડાક કલાકોમાં દિલ્લી-NCRમાં ૧૦ સ્થાનો પર છાપેમારી કરી છે. ક્રાઇમ બ્રાંચ હવે પેપરલીક કેવી રીતે થયું એ વાત ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ માટે જરૂરી તપાસના આદેશ પણ આપી દીધા છે.

પેપરલીક મામલે દિલ્લી પોલીસે આપ્યા તપાસના આદેશ

બીજી બાજુ દિલ્લી પોલીસ દ્વારા CBSEના ૧૦ અને ધો.૧૨ના પ્રશ્નપત્ર લીકના મામલામાં બે કેસ પણ દાખલ કર્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા પેપરલીક મામલે કેટલાક લોકો પર સવાલો ઉભા કર્યા છે અને આ માટે તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે. જો કે આ તપાસમાં સામે આવ્યું છે કે, એક પેપર માટે આરોપીઓ ૧૦થી ૧૫ હજાર રૂપિયા સુધી વસૂલ કરતા હતા.

દિલ્લી પોલીસ દ્વારા પેપરલીક મામલે જણાવવામાં આવ્યું, “CBSEના રિજનલ ડાયરેક્ટરની ફરિયાદ પર IPC (ઇન્ડિયન પિનલ કોડ)ની ધારા ૪૦૬, ૪૨૦, અને ૧૨૦ B અંતર્ગત આ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમનું પણ ગઠન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, CBSEના ધો. ૧૦ના ગણિત અને ધો.૧૨ના અર્થશાસ્ત્રનું પેપર વોટ્સએપ લીક થયું હતું અને આ કારણે દેશભરમાં અંદાજે ૧૯ લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. જો કે આ મામલે બુધવારે CBSE બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે લીક થયેલા વિષયની પરીક્ષા ફરીથી લેવામાં આવશે.

HRD મિનિસ્ટરે આપ્યા હતા તપાસના આદેશ

આ ઉપરાંત CBSE પેપર લીકનો મામલો વધુ ચર્ચાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે નિરાશા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા રાજધાની દિલ્લી ખાતે એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, “પેપરનો કેટલોક ભાગ વોટ્સએપ પર લીક થયો હતો અને ત્યારબાદ આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પેપર લીકના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ માટે જરૂરી પગલા લેવામાં આવશે. આ ઉપરાંત જયારે પેપરની વહેચણી શરુ થશે ત્યારે કડક સિક્યુરિટી રાખવાનો તેઓએ જણાવ્યું હતું”.

 પ્રધાનમંત્રી મોદીએ પણ વ્યક્ત કરી નિરાશા

CBSE પેપર લીકનો મામલો વધુ ચર્ચાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે નિરાશા વ્યક્ત કરી હતી અને કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરને જરૂરી સખ્ત કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો.

 વિદ્યાર્થીઓ છે ગુસ્સામાં

બીજી બાજુ CBSE બોર્ડ દ્વારા પરીક્ષા ફરીથી લેવા માટે આપવામાં આવેલી જાહેરાત બાદ વિદ્યાર્થીઓ તેમજ તેઓના માતા પિતા પણ તણાવમાં જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓને હવે એ વાતનો ભય સતાવી રહ્યો છે કે, ફરીથી લેવામાં આવનારી પરીક્ષાનું પ્રશ્નપત્ર કેટલું અઘરું હશે, શું તેઓ પહેલાની જેમ જે જોશ સાથે પરીક્ષા આપી હતી તે જોશ સાથે આપી શકશે.

આ ઉપરાંત CBSEના પેપર લીક થયા બાદ વિદ્યાર્થીઓ તેમજ તેઓના માતા પિતા ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. તેઓએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સીબીએસઈ દ્વારા જે ભૂલ કરવામાં આવી છે તેને અમે શા માટે સહન કરીએ.

ઉલ્લેખનીય છે કે,  ધો. ૧૦ના ગણિત વિષયની પરીક્ષા બુધવારે આયોજિત કરવામાં આવી હતી પરંતુ પેપર લીક થવાની રિપોર્ટ સામે આવ્યા બાદ તે રદ્દ કરવામાં આવી હતી જયારે આ પહેલા ૨૬ માર્ચના રોજ યોજાયેલી અર્થશાસ્ત્રના વિષય પહેલા લેવામાં આવેલી એકાઉન્ટનું પેપર લીક થવાની માહિતી સામે આવી હતી પરંતુ ત્યારબાદ CBSE દ્વારા એક ઓપચારિક નોટિફિકેશન જાહેર કરીને આ પેપર લીક થવાની માહિતી ખોટી છે. જો કે ત્યારબાદ બોર્ડ દ્વારા પેપર લીકના મામલા અંગે FIR કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.