Not Set/ CBSE પેપર લીક મામલો :પેપર લીક દિલ્હીમાં થયું છે તો દિલ્હીમાં જ પરીક્ષા લેવામાં આવે: શિક્ષણ મંત્રી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના ગણિત અને અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર લીક થવાની ઘટનાએ પુરા દેશમાં ચર્ચા ઉભી કરી દીધી છે. દેશમાં અલગ અલગ જગ્યાઓ પર વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની જાંચ પડતાલ હવે ક્રાઈમ બ્રાંચ પણ કરી રહ્યું છે. આ બધા વચ્ચે સીબીએસઈ પરીક્ષાઓને હવે ફરીથી લેવાની તૈયારીમાં છે પરંતુ […]

Gujarat
dsggggdg CBSE પેપર લીક મામલો :પેપર લીક દિલ્હીમાં થયું છે તો દિલ્હીમાં જ પરીક્ષા લેવામાં આવે: શિક્ષણ મંત્રી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના ગણિત અને અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર લીક થવાની ઘટનાએ પુરા દેશમાં ચર્ચા ઉભી કરી દીધી છે. દેશમાં અલગ અલગ જગ્યાઓ પર વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની જાંચ પડતાલ હવે ક્રાઈમ બ્રાંચ પણ કરી રહ્યું છે. આ બધા વચ્ચે સીબીએસઈ પરીક્ષાઓને હવે ફરીથી લેવાની તૈયારીમાં છે પરંતુ આ નિર્ણયનો ગુજરાતમાં વિરોધ કરવામાં આવ્યું છે.

ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું કે, સીબીએસઈનું પેપર દિલ્હીમાં લીક થયું હતું. તો દેશમાં બીજા બધા વિદ્યાર્થીઓ કેમ ફરીથી પરીક્ષા આપે. આ વાતને તેમણે કેમેરા પર બોલવાની ના હતી. પરંતુ તેમણે કહ્યું કે પેપર લીક દિલ્હીમાં થયું છે તો દિલ્હીમાં જ ફરીથી પરીક્ષા લેવામાં આવે.

CBSE પેપર લીકની ઘટના અને ફરી પેપર લેવાની વાત સામે આવ્યાં બાદ દેશભરમાં વિદ્યાર્થીઓનો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ વિદ્યાર્થીઓએ કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને ફરી પરીક્ષા આપવા સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ આરોપ લાગી રહ્યો છે કે, આટલી કડક વ્યવસ્થા છતાં પેપર લીક કઈ રીતે થયું. તો બીજી તરફ એવાં પણ આક્ષેપો થઈ રહ્યાં છે કે, CBSEના કેટલાંક અધિકારીઓને પેપર લીકની જાણ હોવા છતાં તેઓએ આ કૃત્યને રોકવા માટે કોઈ પ્રયાસો કર્યાં ન હતા.

બીજી બાજુ દિલ્લી પોલીસ દ્વારા CBSEના ૧૦ અને ધો.૧૨ના પ્રશ્નપત્ર લીકના મામલામાં બે કેસ પણ દાખલ કર્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા પેપરલીક મામલે કેટલાક લોકો પર સવાલો ઉભા કર્યા છે અને આ માટે તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે. જો કે આ તપાસમાં સામે આવ્યું છે કે, એક પેપર માટે આરોપીઓ ૧૦થી ૧૫ હજાર રૂપિયા સુધી વસૂલ કરતા હતા.

દિલ્લી પોલીસ દ્વારા પેપરલીક મામલે જણાવવામાં આવ્યું, “CBSEના રિજનલ ડાયરેક્ટરની ફરિયાદ પર IPC (ઇન્ડિયન પિનલ કોડ)ની ધારા ૪૦૬, ૪૨૦, અને ૧૨૦ B અંતર્ગત આ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમનું પણ ગઠન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, CBSEના ધો. ૧૦ના ગણિત અને ધો.૧૨ના અર્થશાસ્ત્રનું પેપર વોટ્સએપ લીક થયું હતું અને આ કારણે દેશભરમાં અંદાજે ૧૯ લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. જો કે આ મામલે બુધવારે CBSE બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે લીક થયેલા વિષયની પરીક્ષા ફરીથી લેવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઇમ બ્રાંચ દ્વારા પેપરલીક થવાના થોડાક કલાકોમાં દિલ્લી-NCRમાં ૧૦ સ્થાનો પર છાપેમારી કરી છે. ક્રાઇમ બ્રાંચ હવે પેપરલીક કેવી રીતે થયું એ વાત ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ માટે જરૂરી તપાસના આદેશ પણ આપી દીધા છે.