Not Set/ ચુકાદા પર ફેરવિચારણા કરવા સુપ્રિમ કોર્ટને કેન્દ્ર સરકારે અપીલ કરી

કેન્દ્રે ગુરુવારે સુપ્રીમમાં કહ્યું હતું કે તેમના એસસી/એસટી એક્ટને લઈને હાલના આદેશમાં કાનૂની પ્રાવધાનોને નબળું કરવામાં આવ્યું છે જેને લઈને દેશને ઘણું નુક્શાન ઉઠાવવું પડ્યું છે. સરકારે આગળ જણાવ્યું હતું કે જે સંવેદનશીલ મામલાથી સરળતાથી નિપટી શકાય તેમ હતું પરંતુ શીર્ષ અદાલતના જજમેન્ટના ચાલતા દેશમાં હંગામા અને અશાંતિનો માહોલ બન્યો હતો. લેખિત જવાબમાં એટર્ની જનરલ […]

India

કેન્દ્રે ગુરુવારે સુપ્રીમમાં કહ્યું હતું કે તેમના એસસી/એસટી એક્ટને લઈને હાલના આદેશમાં કાનૂની પ્રાવધાનોને નબળું કરવામાં આવ્યું છે જેને લઈને દેશને ઘણું નુક્શાન ઉઠાવવું પડ્યું છે. સરકારે આગળ જણાવ્યું હતું કે જે સંવેદનશીલ મામલાથી સરળતાથી નિપટી શકાય તેમ હતું પરંતુ શીર્ષ અદાલતના જજમેન્ટના ચાલતા દેશમાં હંગામા અને અશાંતિનો માહોલ બન્યો હતો.

લેખિત જવાબમાં એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલએ જણાવ્યું હતું કે શીર્ષ અદાલતે પોતાના જજમેન્ટના મારફતે એસસી/એસટી એક્ટને ભરવામાં નથી આવ્યો પરંતુ અદાલતી કાયદા દેઅરા તેમાં સુધાર કરવામાં આવ્યો છે. તેમને આ વાતને જોર આપતા જણાવ્યું હતું કે એક્ઝિક્યુટિવ, વિધાનસભા અને ન્યાયતંત્રમાં, સત્તા વહેંચી દેવામાં આવી હતી, જે ગેરવાજબી છે.

એટર્ની જનરલે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે “તેમના જજમેન્ટથી એસસી/એસટી એક્ટનું પ્રાવધાન નબળું થયું હતું જેના પરિણામે દેશને ભરી નુકશાન વેઠવવું પડ્યું હતું.” કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે સુ્પ્રિમ કોર્ટના ચુકાદાથી ઉભા થયેલા અવિશ્વાસને તોડવા માટે થઇને આ ચુકાદા પર ફેર વિચારણાં થવી જોઇએ અને આ ચુકાદો પાછો ખેંચવો જોઇએ.