Not Set/ સીબીઆઈ અધિકારીઓને આંધ્ર પ્રદેશમાં નહિ ઘુસવા દે ચંદ્રબાબુ નાયડુ : કોંગ્રેસનું સમર્થન

સીબીઆઈ હવે આંધ્ર પ્રદેશના કોઈ પણ મામલામાં દખલ નહિ કરી શકે. એટલું જ નહિ આંધ્ર પ્રદેશમાં ઘુસવા માટે પણ સીબીઆઈએ રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. હકીકતમાં, આંધ્ર પ્રદેશ સરકારે દિલ્હી વીશેષ પોલીસના સભ્યોને કાયદો વ્યવસ્થા કાયમ રાખવા માટે આપવામાં આવેલી સહમતી પાછી લઇ લીધી છે. જેથી હવે સીબીઆઈ આંધ્ર પ્રદેશના કોઈ પણ મામલામાં દખલ કરી […]

Top Stories India
dc Cover 8tkdjnjhhbnedtq6m0srtq6dg5 20160306180718.Medi સીબીઆઈ અધિકારીઓને આંધ્ર પ્રદેશમાં નહિ ઘુસવા દે ચંદ્રબાબુ નાયડુ : કોંગ્રેસનું સમર્થન

સીબીઆઈ હવે આંધ્ર પ્રદેશના કોઈ પણ મામલામાં દખલ નહિ કરી શકે. એટલું જ નહિ આંધ્ર પ્રદેશમાં ઘુસવા માટે પણ સીબીઆઈએ રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. હકીકતમાં, આંધ્ર પ્રદેશ સરકારે દિલ્હી વીશેષ પોલીસના સભ્યોને કાયદો વ્યવસ્થા કાયમ રાખવા માટે આપવામાં આવેલી સહમતી પાછી લઇ લીધી છે. જેથી હવે સીબીઆઈ આંધ્ર પ્રદેશના કોઈ પણ મામલામાં દખલ કરી શકશે નહિ.

AP govt decision e1542368061617 સીબીઆઈ અધિકારીઓને આંધ્ર પ્રદેશમાં નહિ ઘુસવા દે ચંદ્રબાબુ નાયડુ : કોંગ્રેસનું સમર્થન
mantavyanews.com

આંધ્ર પ્રદેશ સરકાર તરફથી લેવામાં આવેલા આ નિર્ણયના કારણે ફરી એક વાર કેન્દ્ર અને રાજ્ય સરકાર અમને-સામને થઇ ગયા છે. આંધ્ર પ્રદેશ સરકારે જણાવ્યું કે, સીબીઆઈના અધિકારીઓએ આધિકારિક કામ માટે રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા સરકારની અનુમતિ લેવી પડશે.

આ ફેંસલા પર ટીડીપીના નેતા લંકા દિનાકરે કહ્યું કે, છેલ્લા છ મહિનાથી સીબીઆઇમાં ઘટી રહેલી ઘટનાઓના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની દખલના કારણે સીબીઆઈ વિશ્વાસ ખોઈ બેઠી છે. કેન્દ્ર સીબીઆઈનો ઉપયોગ રાજનીતિક વિરોધીઓ સામે કરી રહી છે.

નાયડુના આ ફેંસલાને કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સમર્થન આપ્યું છે. મમતા બેનર્જીએ આ નિર્ણયનું સમર્થન કરતા જણાવ્યું કે, સીબીઆઈ  ભાજપના ઈશારે કામ કરી રહી છે.