Not Set/ દેશની આ મહિલા પીએમ મોદીના સ્પેસ મિશન ૨૦૨૨ને કરશે સફળ, સોપવામાં આવી ખાસ જવાબદારી

બેંગલુરુ, ૧૫મી ઓગષ્ટ, સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધતા “ગગનયાન મિશન ૨૦૨૨”નું એલાન કર્યું હતું. આ મિશન હેઠળ ભારત પોતાના સ્વદેશી સ્પેસ પ્રોગ્રામ હેઠળ માનવીને ૨૦૨૨ સુધીમાં અંતરિક્ષમાં મોકલશે. ત્યારે હવે પીએમ મોદીના આ મહત્વકાંક્ષી ડ્રીમ પ્રોજેક્ટની કમાન એક મહિલાને સોપવામાં આવી છે. આ મહિલાનું નામ છે ડો. લલિતાબિન્કા […]

Top Stories India Trending
lalithambika દેશની આ મહિલા પીએમ મોદીના સ્પેસ મિશન ૨૦૨૨ને કરશે સફળ, સોપવામાં આવી ખાસ જવાબદારી

બેંગલુરુ,

૧૫મી ઓગષ્ટ, સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધતા “ગગનયાન મિશન ૨૦૨૨”નું એલાન કર્યું હતું. આ મિશન હેઠળ ભારત પોતાના સ્વદેશી સ્પેસ પ્રોગ્રામ હેઠળ માનવીને ૨૦૨૨ સુધીમાં અંતરિક્ષમાં મોકલશે. ત્યારે હવે પીએમ મોદીના આ મહત્વકાંક્ષી ડ્રીમ પ્રોજેક્ટની કમાન એક મહિલાને સોપવામાં આવી છે.

Modi1 દેશની આ મહિલા પીએમ મોદીના સ્પેસ મિશન ૨૦૨૨ને કરશે સફળ, સોપવામાં આવી ખાસ જવાબદારી

આ મહિલાનું નામ છે ડો. લલિતાબિન્કા છે, જેઓ છેલ્લા ૩૦ વર્ષથી એક રોકેટ એન્જિનિયર તરીકે ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)માં કાર્યરત છે. ત્યારે હવે આ મિશન એક મહિલાના નેતૃત્વમાં આગળ વધશે. અધિકારીઓના જણવ્યા મુજબ, આ પ્રકારના ખાસ મિશન માટે ડો. લલિતાબિકા સૌથી ઉત્તમ ઉમેદવાર છે.

માનવામાં આવી રહ્યું છે કે, ડો. લલિતાબિકા આગામી દિવસોમાં પોતાની ટીમની પસંદગી કરશે અને બે મહિનામાં પોતાની પ્રથમ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરશે.

ISRO 2 દેશની આ મહિલા પીએમ મોદીના સ્પેસ મિશન ૨૦૨૨ને કરશે સફળ, સોપવામાં આવી ખાસ જવાબદારી

મહત્વનું છે કે, લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ એલાન કર્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં જયારે દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યો હશે ત્યારે માં ભારતી કોઈ પણ દીકરો કે દીકરી અંતરિક્ષમાં જશે. તેઓના હાથમાં રાષ્ટ્ર્દવ્જ હશે. ભારત માનવીને અંતરિક્ષમાં પહોચાડનારો દુનિયાનો ચોથો દેશ બનશે”.

જો કે ત્યારબાદ ઈશરો દ્વારા પણ પીએમ મોદીની આ ખાસ ઘોષણા બાદ પોતાની પ્રતિબદ્ધતા જતાવી હતી. ઇશરોના ચેરમેને કહ્યું હતું કે, “આ લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રાથમિકતાના ધોરણે અત્યારથી લાગી જવાની જરૂરત છે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “આ દેશ માટે ખુબ મોટું એલાન છે. અમને આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં અંદાજે ૧૦ હજાર કરોડ રૂપિયા લાગશે”.