Not Set/ રાજધાની દિલ્હી બન્યું ગેસ ચેમ્બર, દિવાળી પહેલા પ્રદૂષણની માત્રા પહોંચી નક્કી સીમાથી ૨૦ ગણી વધુ

નવી દિલ્હી, દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ પહેલા જ રાજધાની દિલ્હી અત્યારથી જ ગેસ ચેમ્બર બની ગઈ છે. દિલ્હીમાં સોમવાર સવારે મોટી માત્રામાં પ્રદૂષણની ચાદર પથરાયેલી જોવા મળી હતી અને સાથે સાથે તાપમાનમાં પણ ઘટાડો થયો છે. Thick layer of smog blankets Rajpath in #Delhi (Early morning visuals) pic.twitter.com/SusJqJJfYv— ANI (@ANI) […]

Top Stories India Trending
DrNJOR6WoAY1CwH રાજધાની દિલ્હી બન્યું ગેસ ચેમ્બર, દિવાળી પહેલા પ્રદૂષણની માત્રા પહોંચી નક્કી સીમાથી ૨૦ ગણી વધુ

નવી દિલ્હી,

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ પહેલા જ રાજધાની દિલ્હી અત્યારથી જ ગેસ ચેમ્બર બની ગઈ છે. દિલ્હીમાં સોમવાર સવારે મોટી માત્રામાં પ્રદૂષણની ચાદર પથરાયેલી જોવા મળી હતી અને સાથે સાથે તાપમાનમાં પણ ઘટાડો થયો છે.

દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડાઓના જણાવ્યા અનુસાર, દક્ષિણી દિલ્હીના ઓખલા સ્ટેશન પર સોમવાર સવારે પ્રદૂષણની માત્રા PM ૨.૫નું સ્તર ૬૪૪ હતું, જે ગંભીર સ્થિતિમાં આવે છે. એટલે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ, નક્કી કરાયેલી સુરક્ષિત સીમાથી ૨૦ ગણું વધારે છે.

બીજી બાજુ દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર ડેન્જર લેવલ સુધી પહોચી ચુક્યું છે. મંદિર માર્ગ એયર ક્વોલિટી ઇન્ડેક્સ ૭૦૭, મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ પર ૬૭૬ અને જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ પર ૬૮૧ છે.
આ ઉપરાંત રવિવારના મુકાબલામાં આજે રસ્તાઓ પર વિઝીબીલિટી ઓછી હતી.

એયર ક્વોલિટી ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચના એક અધિકારીના જણાવ્યા અનુસાર, “એર ક્વોલિટી ઇન્ડેક્સ સોમવારે ખુબ જ નિમ્ન સ્તર પર રહેવાની સંભાવના છે”.