Not Set/ તો હવે દિલ્લીમાં કેજરીવાલ સરકાર ગાયો માટે બનાવશે પીજી હોસ્ટેલ..

ઉત્તર પ્રદેશમાં થોડા સમય પહેલા રખડતી ગાયોની મુશ્કેલી ઘણી વધી ગઈ હતી જેને લીધે ૮૦૦ જેટલી ગાયોને સરકારી શાળામાં રાખવાની ફરજ પડી હતી.યુપીની સરકારે આ મામલે કહ્યું હતું કે તેઓ થોડા જ સમયમાં શેલ્ટર હોમ બનાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ પછી હવે દિલ્લીની સરકાર પણ જાગી ગઈ છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે […]

Top Stories India Trending
Cow Shelter 4 તો હવે દિલ્લીમાં કેજરીવાલ સરકાર ગાયો માટે બનાવશે પીજી હોસ્ટેલ..

ઉત્તર પ્રદેશમાં થોડા સમય પહેલા રખડતી ગાયોની મુશ્કેલી ઘણી વધી ગઈ હતી જેને લીધે ૮૦૦ જેટલી ગાયોને સરકારી શાળામાં રાખવાની ફરજ પડી હતી.યુપીની સરકારે આ મામલે કહ્યું હતું કે તેઓ થોડા જ સમયમાં શેલ્ટર હોમ બનાવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ પછી હવે દિલ્લીની સરકાર પણ જાગી ગઈ છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ ગાયો માટે પીજી હોસ્ટેલ બનાવશે. જે ગાયોના માલિકોને તેમને રાખવાની જગ્યા નહિ હોય તેવી ગાયોને અહિયાં આશરો આપવામાં આવશે.

માત્ર ગૌશાળા જ નહી પરંતુ વૃદ્ધાશ્રમ પણ બનશે, જેમાં ઘરડા લોકો આ ગાયોની સાથે રહેશે. આ ગૌશાળામાં આધુનિક સુવિધા હશે. જો કે અહિયાં ગાયોને રાખનાર માલિકોને મફત નહી પરંતુ અમુક નક્કી કરાયેલા રૂપિયા આપવા પડશે.

તમને જણાવી દઈએ કે આ પ્રકારની યોજના ગુજરાતમાં સફળ થઇ ગઈ છે જેને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં પણ આમ કરવાનું વિચાર્યું છે.

આ વાતની જાહેરાત બુધવારે દિલ્લી સરકારના મંત્રી ગોપાલ રાયે કરી હતી. મંત્રી ગોપાલ રાયે કહ્યું કે સરકારની યોજના આખા શહેરમાં આવી કુલ ૩૩ ગૌશાળા બનાવવાનું છે.અહી એવી ગાયોને રાખવામાં આવશે જે લોકોના માલિક દૂધ નહી દે બાબત કે કોઈ બીજી વાત પર તરછોડી દેતા હોય છે. હાલ દિલ્લીમાં ૭૬ પશુઓની હોસ્પિટલ અને કલીનીક છે જ્યાં યોગ્ય સાધનો અને ટેક્નોલોજી નથી. દિલ્લીમાં ગૌશાળાની સાથે ઓલ્ડ એજ હોમ પણ બનાવવામાં આવશે.