Not Set/ દિલ્લી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને આપ્યું રાજીનામું, રાહુલજીનો માન્યો આભાર

દિલ્લી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. Ajay Maken resigns as Delhi Congress President, thanks Congress workers and Rahul Gandhi for support pic.twitter.com/qGhWJ7hagS— ANI (@ANI) January 4, 2019 સુત્રોના જણાવ્યા પ્રમાણે માકને ખરાબ સ્વાસ્થ્યને લીધે આ રાજીનામું આપ્યું છે. માકન યુપી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે પણ રહી ચુક્યા છે. 2015 […]

Top Stories India Trending Politics
733945 maken ajay દિલ્લી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને આપ્યું રાજીનામું, રાહુલજીનો માન્યો આભાર

દિલ્લી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે માકને ખરાબ સ્વાસ્થ્યને લીધે આ રાજીનામું આપ્યું છે. માકન યુપી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે પણ રહી ચુક્યા છે.

માકને ટ્વીટમાં લખ્યું છે કે ૨૦૧૫ની વિધાનસભા ઉપરાંત દિલ્લી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિમિત્તે છેલ્લા ૪ વર્ષોથી દિલ્લી કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા, કોંગ્રેસને કવર કરનારી મીડિયા દ્વારા અને અમારા નેતા રાહુલ ગાંધીજી દ્વારા મને અપાર સ્નેહ અને સહયોગ મળ્યો છે. આ કઠીન પરિસ્થિતિઓમાં આ સહેલું નથી તે માટે દિલથી આભાર !

રાજીનામાંની વાત પહેલા પણ આવી હતી

થોડા સમય પહેલા પણ કોંગ્રેસના દિગ્ગ્જ નેતાના રાજીનામાંની વાત ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. તે સમયે કોંગ્રેસનું કહેવું હતું કે માકને રાજીનામું નથી આપ્યું પરંતુ તેમની તબિયત સારી ન હોવાથી સારવાર માટે વિદેશ ગયા છે.પાર્ટીના સુત્રોના કહ્યું પ્રમાણે સ્વાસ્થ્યની તકલીફના લીધે કામને જવાબદારીને છોડવાની ઇરછા જાહેર કરી હતી. અજય માકનેકોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને કીધું હતું કે તેમની તબિયત સારી નથી. હાલ તે પોતાનો ઈલાજ વિદેશમાં કરવી રહ્યા છે અને તેમને પદમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી હતી.

વર્ષ ૨૦૧૫માં અરવિંદસિંહ લવલીની જગ્યાએ અજય માકનને દિલ્લીના અધ્યક્ષ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૧૭માં દિલ્લી નાગર ચૂંટણીમાં ત્રીજા નંબર પર આવવાના લીધે અજય માકને રાજીનામું આપી દીધું હતું પરંતુ રાહુલ ગાંધીએ આ રાજીનામું સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.