Not Set/ બજેટ પછી ઇલેકટ્રીક વાહનો સસ્તા થઇ શકે છે : ઉર્જા મંત્રી

દિલ્હી, બજેટ નજીક આવી રહ્યું છે, ત્યારે ઉર્જા મંત્રીએ ઇલેકટ્રીકથી ચાલતા વાહનો સસ્તા થઇ શકે તેવા સંકેતો આપ્યા હતા. ઉર્જા મંત્રી આર કે. સિંહે બુધવારે કહ્યું કે, દેશમાં ઇ-વાહનોને વધુ ફરતા કરવા માટે સરકાર નક્કર પગલાં ભરવા જઇ રહી છે. તેમણે કહ્યું કે, ઉર્જા સંશોધન વિધેયક આગામી બજેટ સત્રમાં રજૂ કરાશે. જેમાં અન્ય પ્રસ્તાવની સાથોસાથ ડિસ્કોમના વિતરણ […]

Business
Rk singh take charge બજેટ પછી ઇલેકટ્રીક વાહનો સસ્તા થઇ શકે છે : ઉર્જા મંત્રી

દિલ્હી,

બજેટ નજીક આવી રહ્યું છે, ત્યારે ઉર્જા મંત્રીએ ઇલેકટ્રીકથી ચાલતા વાહનો સસ્તા થઇ શકે તેવા સંકેતો આપ્યા હતા. ઉર્જા મંત્રી આર કે. સિંહે બુધવારે કહ્યું કેદેશમાં ઇ-વાહનોને વધુ ફરતા કરવા માટે સરકાર નક્કર પગલાં ભરવા જઇ રહી છે. તેમણે કહ્યું કેઉર્જા સંશોધન વિધેયક આગામી બજેટ સત્રમાં રજૂ કરાશે.

જેમાં અન્ય પ્રસ્તાવની સાથોસાથ ડિસ્કોમના વિતરણ લાયસન્સમાં સુધાર માટેની પણ દરખાસ્ત હશે. ડિસ્કોમના વિતરણ લાયસન્સના નવિનીકરણ માટે ઉર્જા સંશોધન વિધેયકને સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે.

એક સેમીનારને સંબોધિત કરતાં ઉર્જા મંત્રી આર કે સિંહે કહ્યું કે, ઇ-વાહનો માટે આગામી સમયમાં ઝડપથી નવા નિયમો અમલમાં આવી શકે છે. તેમણે કહ્યું કેઉર્જા મંત્રાલય આ મામલે પ્રસ્તાવિત શુલ્ક નીતિમાં ક્રોસ સબસીડીને બંધ કરશે. જેનાથી ઇ-મોબિલીટીને પ્રોત્સાહન આપી શકાશે.