Not Set/ “બેરોજગારી” : મુંબઈની પોલીસ ભરતીમાં પહોંચી રહ્યા છે ડોક્ટર, એન્જિનિયર, MBA, જુઓ શું છે કારણ

મુંબઈ, “સૌ ભણે સૌ આગળ વધે”ના નારા સાથે સરકાર દ્વારા દેશના તમામ વર્ગના બાળકોને યોગ્ય શિક્ષણ આપવા માટે અલગ અલગ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોના ભાગરૂપે દેશના તમામ છોકરા-છોકરીઓ આગળ વધી ડોક્ટર, એન્જિનિયર, MBA (માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન), PHD જેવી અનેક મોટી મોટી ડિગ્રીઓ હાંસલ કરે છે પરંતુ જયારે શિક્ષણ સમાપ્ત થયા બાદ […]

India
dsfs "બેરોજગારી" : મુંબઈની પોલીસ ભરતીમાં પહોંચી રહ્યા છે ડોક્ટર, એન્જિનિયર, MBA, જુઓ શું છે કારણ

મુંબઈ,

“સૌ ભણે સૌ આગળ વધે”ના નારા સાથે સરકાર દ્વારા દેશના તમામ વર્ગના બાળકોને યોગ્ય શિક્ષણ આપવા માટે અલગ અલગ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોના ભાગરૂપે દેશના તમામ છોકરા-છોકરીઓ આગળ વધી ડોક્ટર, એન્જિનિયર, MBA (માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન), PHD જેવી અનેક મોટી મોટી ડિગ્રીઓ હાંસલ કરે છે પરંતુ જયારે શિક્ષણ સમાપ્ત થયા બાદ જયારે તેઓને રોજગારી મેળવવાનો સમય આવે ત્યારે તેઓ પાસે કોઈ નોકરી હોતી નથી અને તેઓ પોતાની ફિલ્ડ છોડીને બીજા વ્યવસાયમાં જતા હોય છે. આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે મુંબઈમાં યોજાયેલી પોલીસની ભર્તી.

હકીકતમાં મુંબઈમાં પોલીસના જવાનોની ભર્તી માટે એક રેસ થઇ હતી પરંતુ તે ઉંદરની રેસમાં પરિવર્તિત થઇ હતી. મુંબઈના પોલીસના ૧૧૩૭ પદ માટે બે લાખથી વધુ લોકોએ આવેદન કર્યું છે. આ હિસાબથી એક પદ માટે ૧૭૫ ઉમેદવારો સામે આવ્યા છે. પરંતુ આ ભર્તીની અચરજની વાત એ છે કે, આ ઉમેદવારોમાં ડોક્ટર, એન્જિનિયર, MBA અને વકીલ પણ આ પોલીસની નોકરી માટે લાઈનમાં ઉભા રહ્યા હતા. નોધનીય છે કે, આ પોલીસની ભર્તી માટે ઓછામાં ઓછું શિક્ષણ માત્ર ૮ ધોરણ પાસ જ છે.

પોલીસના જવાનોની ભર્તી માટે ફિઝીકલ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. દરરોજ અંદાજે ૯૦૦૦ ઉમેદવારોને હુતાત્મા મેદાન નૈગાંવ, ગોરેગાવ પોલીસ મેદાન અને ઘાટકોપરમાં બોલવવામાં આવી રહ્યા છે.

પોલીસના જવાનોની ભર્તી માટે સામે આવેલા આવેદનપત્રના આંકડા મુજબ, આ ઉમેદવારોમાં ૪૨૩ એન્જિનિયર, ૫૪૩ એમ કોમ સહિતના અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ, ૨૮ બીએડ, ૩૪ એમસીએ, ૧૫૯ એમસીએ, ૨૫ માસ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન, ૩ BAMS, ૩ LLB, ૧૬૭ BBAના વિદ્યાર્થીઓ છે.

જોઈન્ટ પોલીસ કમિશ્નર અર્ચના ત્યાગીએ જણાવ્યું, “૮ એપ્રિલથી ભર્તીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે અને તે આગામી ૮ મેં સુધી ચાલશે.

પોલીસ કમિશ્નર અરુણ પટનાયકે જણાવ્યું હતું કે, તેઓ ખુબ હેરાન છે કે, ડોક્ટર, એન્જિનિયર સુધીના અભ્યાસ કરેલા યુવાનો આ પોલીસ ભર્તી માટે આવી રહ્યા છે. આ શિક્ષિત યુવાનો ગ્રામીણ વિસ્તારના રહેનારા છે. તેઓની અંગ્રેજી બોલવાની સ્કિલ સારી નથી આ કારણે તેઓ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી મળી રહી નથી.

તેઓએ જણાવ્યું કે, એક પોલીસ કર્મચારીને રહેવા માટે એક ક્વાટર મળે છે સાથે સાથે ૨૫૦૦૦ રૂપિયા પ્રતિ મહિને વેતન અને અન્ય ભથ્થું પણ મળે છે. જેથી તેઓ આ વિભાગીય પરીક્ષાઓમાં શામેલ થઇ રહ્યા છે અને બાદમાં પ્રમોશનલઇ એટીએસ, ગુપ્ત વિભાગ, સાઈબર ક્રાઈમમાં પાંચ વર્ષની અંદર જઈ શકે છે.