Not Set/ મેગા બ્લોકના કારણે યાત્રીઓને ફ્રીમાં ખાવાની વ્યવસ્થા કરશે રેલ્વે

નવી દિલ્હી, ટૂંક સમયમાં જ ટ્રેન મોડી પડવાની સ્થિતિમાં રેલ્વે દ્વારા યાત્રીઓને ખાવા-પીવાની વસ્તુ મફતમાં આપવામાં આવશે. રેલ મંત્રી પીયુષ ગોયલે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતે જાણકારી આપી હતી. જોકે, ફ્રી ખાણાની વ્યવસ્થા મેગા બ્લોકના કારણે ટ્રેન લેટ થઇ હશે તો જ મળી શકશે. સાથે જ મેગા બ્લોક દરમિયાન લંચ અથવા ડીનરનો સમય થયો […]

Top Stories India

નવી દિલ્હી,

ટૂંક સમયમાં જ ટ્રેન મોડી પડવાની સ્થિતિમાં રેલ્વે દ્વારા યાત્રીઓને ખાવા-પીવાની વસ્તુ મફતમાં આપવામાં આવશે. રેલ મંત્રી પીયુષ ગોયલે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતે જાણકારી આપી હતી. જોકે, ફ્રી ખાણાની વ્યવસ્થા મેગા બ્લોકના કારણે ટ્રેન લેટ થઇ હશે તો જ મળી શકશે. સાથે જ મેગા બ્લોક દરમિયાન લંચ અથવા ડીનરનો સમય થયો હશે તો જ મફતમાં ખાવા-પીવાનું મળી શકશે. ખાવા-પીવાની વ્યવસ્થા આઈઆરસીટીસી દ્વારા કરવામાં આવશે. રેલ લાઈનનોનું મોટા પાયે સમારકામ ચાલતું હોવાથી ટ્રેન મોડી પડતી હોય છે, જેથી યાત્રીઓને પડી રહેલી પરેશાનીઓ બાબતે પૂછવામાં આવેલા એક સવાલ બાદ રેલ મંત્રીએ આ જાણકારી આપી હતી.

ગોયલે પત્રકારોને જણાવ્યું કે મેગા બ્લોક ફક્ત રવિવારે જ કરવામાં આવશે, એટલે ફ્રી ખાણાની વ્યવસ્થા રવિવારે મેગા બ્લોકના કારણે લેટ થવા વાળી ટ્રેનોમાં જ મળી શકશે. હાલમાં રીઝર્વ કેટેગરીના યાત્રીઓને જ આ સુવિધા આપવામાં આવશે, અનરિઝર્વ્ડ શ્રેણીના યાત્રીઓ માટે આ સુવિધા આપવાના બારામાં રેલમંત્રીએ જણાવ્યું કે આના પર પણ વિચાર કરવામાં આવશે, પરંતુ અનરિઝર્વ્ડ શ્રેણીના યાત્રિકોની સંખ્યા જાણવામાં થોડી પરેશાની થશે.

રેલ મંત્રીની આ ઘોષણાને તમે આમ સમજી શકો છો, માની લો કે રવિવાર સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મેગા બ્લોકના કારણે ટ્રેન કોઈ સ્ટેશન પર ઉભી રહે છે. જોકે , આ સમયગાળા દરમિયાન યાત્રીઓના લંચનો સમય પણ શામેલ હોય છે, જેથી આઈઆરસીટીસી દ્વારા યાત્રીઓ માટે લંચ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. રેલ્વેની યોજના સમારકામનું પ્લાનિંગ કરીને કરવાની છે. યાત્રીઓને આની જાણકારી પહેલાથી જ આપી દેવામાં આવશે, સાથે જ આઈઆરસીટીસીને યાત્રીઓ માટે કહવા-પીવાની વ્યવસ્થા કરવામાં આસાની રહેશે.

રેલ મંત્રીએ કહ્યું કે એમનું જોર ટ્રેનોને સમય પર ચલાવવામાં અને સ્વચ્છતા પર છે, જેનાથી યાત્રીઓની પરેશાની ઓછી થઇ શકે. અલ્હાબાદ-મુગલસરાય વચ્ચે ત્રીજી લાઈન બનવવાના પ્લાન પર ગોયલે કહ્યું કે આ રુટના ટ્રેક પર દબાણ 200 ટકાથી પણ વધારે છે, એટેલે ત્રીજા ટ્રેકનું નિર્માણ જરૂરી છે. રેલ મંત્રાલય મુજબ ત્રીજો ટ્રેક બનાવવા માટે લગભગ 2000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.