Not Set/ સ્મિથ-વોર્નર બાદ શ્રીલંકાના આ ખેલાડી પર બોલ ટેમ્પરિંગના આરોપ થયા સાબિત

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગત માર્ચ મહિનામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં ધમાસાણ જોવા મળ્યું હતું. ત્યારબાદ કાંગારું ખેલાડી સ્ટિવન સ્મિથ, ડેવિડ વોર્નર અને ઓપનર બેટ્સમેન કેમરૂન બેન્ક્રોફટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંદીમલ પર પણ આ મામલે ICCની આચારસંહિતા ભંગ બદલ આરોપ લગાવવમાં આવ્યા છે. BREAKING: […]

Sports

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગત માર્ચ મહિનામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં ધમાસાણ જોવા મળ્યું હતું. ત્યારબાદ કાંગારું ખેલાડી સ્ટિવન સ્મિથ, ડેવિડ વોર્નર અને ઓપનર બેટ્સમેન કેમરૂન બેન્ક્રોફટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંદીમલ પર પણ આ મામલે ICCની આચારસંહિતા ભંગ બદલ આરોપ લગાવવમાં આવ્યા છે.

શ્રીલંકાના કેપ્ટન ચંદિમલને ICCની આચારસંહિતાના લેવલ ૨.૨.૯ના લેવલ પર આરોપ લગાવવમાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે શ્રીલંકાના સુકાની દિનેશ ચાંદિમલે પોતાના ખિસ્સામાં કોઈ ચીજવસ્તુનો ઉપયોગ કરીને બોલ પર દબાવી દીધી હતી.

બીજી બાજુ, આ મામલો સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા સખ્ત નિયમો બનાવવામાં આવી શકે છે. આ મહિનાના અંતમાં આયોજિત થવા જઈ રહેલી ICCની એન્યુઅલ મિટિંગમાં આ મુદ્દે વિચારણા થવાની સંભાવના છે. બીજી બાજુ શ્રીલંકાના કેપ્ટને શરૂઆતમાં પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવી દીધા છે.

ICCના ચીફ એક્ઝીક્યુટીવ ડેવિડ રિચર્ડસને જણાવ્યું, “જેન્ટલમૅન ગેમમાં આ પ્રકારના મુદાઓ પર સખ્ત કાયદો બનાવવાની જરૂરત છે.

ડેવિડ રિચર્ડસને જણાવ્યું હતું કે, આ મામલે ખેલાડીઓને પાઠ શીખવવા માટે આ કાયદાને વધુ શખ્ત બનાવવા માટે જરૂરત છે. આ બેઠકમાં ન માત્ર બોલ ટેમ્પરિંગ જેવા મુદ્દાઓ પર વાતચીત થશે, પરંતુ મેદાન પર ખેલાડીઓ દ્વારા પ્રયોગ કરવાવાળી અભદ્ર ભાષા પર લગામ લગાવવા માટે પણ તૈયારી કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, તાજેતરમાં લેવલ-૨ના ડાયરામાં આવવાવાળા આરોપી ખેલાડીને એક ટેસ્ટ અથવા બે વન-ડે માટે પ્રતિબંધિત કરવામાં આવી શકે છે, જયારે લેવલ-૩ના ડાયરામા આવવાવાળા ખેલાડીને ચાર ટેસ્ટ અથવા તો આઠ વન-ડે મેચ માટે પ્રતિબંધ મુકવામાં આવી શકે છે.